Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ

Jul 25, 2026 - 19:00
Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા સ્થિત 6 NDRFની 30 સભ્યોની સુસજ્જ રેસ્ક્યુ ટીમ પાટણ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમ NDRFના કમાન્ડન્ટ સુરેન્દ્ર સિંહના ખાસ નિર્દેશાનુસાર પાટણ ખાતે મોકલવામાં આવી છે, જેથી પૂર કે અન્ય આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય.

4 બોટ, OBM અને આધુનિક રેસ્ક્યુ સંસાધનોથી સજ્જ ટીમ

પાટણ આવેલી NDRFની ટીમ પૂર અને જળબંબાકાર જેવી સ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે પહોંચી છે. ટીમ પાસે બચાવ કાર્ય માટે 4 રબર બોટ, 4 OBM (આઉટબોર્ડ મોટર) તેમજ પૂર રાહત માટેના તમામ આધુનિક સંસાધનો ઉપલબ્ધ છે. માત્ર પૂર જ નહીં, પરંતુ ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ કે CBRN (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર) જેવી કોઈપણ પ્રકારની કટોકટી કે આપત્તિને પહોંચી વળવા માટે આ ટીમ સંપૂર્ણપણે સક્ષમ છે.

ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી

પાટણ પહોંચ્યા બાદ NDRFની ટીમે સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, સંભવિત પૂરગ્રસ્ત ગામો અને નદી કાંઠાના વિસ્તારો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને NDRF વચ્ચે પરસ્પર સંકલન સાધીને કોઈ પણ કટોકટી સમયે ઝડપી કામગીરી હાથ ધરી શકાય તે માટેની સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0