Patanના રાધનપુરમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યકતિનું થયું મોત
પાટણના રાધનપુરમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યકિતનું મોત થયું છે.વૃદ્ધ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ઢોરે તેમને અડફેટે લીધા હતા જેના કારણે તેમનું મોત થયું છે.સારવાર મળે તે પહેલા જ વૃદ્ધનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે,રાધનપુર શહેરમાં બે મહિનામાં બે લોકોના રખડતા ઢોરના કારણે મોત થયા છે. રખડતા ઢોરે લીધો એકનો ભોગ પાટણના રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક નિર્દોષ વ્યકિતનો જીવ ગયો છે,પાટણ અને રાધનપુરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.રાધનપુરના ભીલોટ ગામના વૃદ્ધ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા તે વખતે બાઈકની આગળ અચાનક ઢોર આવી ગયું હતુ અને તેમને અડફેટે લીધા હતા જેના કારણે ઘટના સ્થળે જ તેમણે દમ તોડયો હતો.બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે,રોડ પર વાહનોની જગ્યાએ રખડતા ઢોર વધુ દેખાય છે અને એક મહિનામાં બે લોકોના જીવ ગયા હોવાની વાત સામે આવી છે.રોડ પર પશુનો વધ્યો ત્રાસ પાટણમા ઢોરના આતંક ના કારણે 7 જીદંગીઓએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિક લોકોએ પાટણ કોંગ્રેસ ધારાસભ્યને રજૂઆત કરતા કિરીટ પટેલ હાથમા દંડો લઈ પોતાના સમર્થકો તેમજ સ્થાનિકો સાથે જાહેર માર્ગો પર રાત્રીએ નીકળ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયત્રંણ પર કાયદો તો બનાવ્યો હતો પરંતુ ચૂંટણીમાં વોટ બેક ની રાજનીતિ ને કારણે કાયદો પરત ખેંચવો પડ્યો હતો જેથી હવે લોકોની જીદંગી સાથે ખતરો યથાવત રહ્યો છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો જેવા કે પારેવા સર્કલ , બસ સ્ટેન્ડ રોડ , હિંગળાચાચર , બગવાડા દરવાજા ,રેલવે સ્ટેશન રોડ સહિતના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડીંગો દિવસ રાત વઘી રહ્યી છે. ધારાસભ્ય પણ આ સમસ્યાથી કંટાળ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ખુદ રસ્તાઓ પર રઝળતા આતંકનો ત્રાસ દૂર કરવા ઢોર પકડો અભિયાન હાથધર્યું હતું તો તેઓએ ભાજપ શાસિત પાટણ પાલિકા પર આક્ષેપ કર્યા હતા કે પાટણ નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે પાલિકાએ પ્રજા પર ડબલ વેરા ઠોકી દીઘા પર લોકોને યોગ્ય સગવડ ન આપી રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનું પાલિકા તેમજ પોલીસ નું હોય છે પરંતુ આ બન્ને દ્વારા સ્થાનિકો નું ન સાંભળતા આજે અમારે ખુદ જાહેર માર્ગો પર નીકળવું પડ્યું છે ત્યારે જો આજ પ્રમાણે સોસાયટીના રહીશો નો સાથ મળતો રહેશે તો રોજ આ પ્રમાણે જાહેર માર્ગો પરથી ઢોર પકડવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણના રાધનપુરમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યકિતનું મોત થયું છે.વૃદ્ધ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ઢોરે તેમને અડફેટે લીધા હતા જેના કારણે તેમનું મોત થયું છે.સારવાર મળે તે પહેલા જ વૃદ્ધનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે,રાધનપુર શહેરમાં બે મહિનામાં બે લોકોના રખડતા ઢોરના કારણે મોત થયા છે.
રખડતા ઢોરે લીધો એકનો ભોગ
પાટણના રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક નિર્દોષ વ્યકિતનો જીવ ગયો છે,પાટણ અને રાધનપુરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.રાધનપુરના ભીલોટ ગામના વૃદ્ધ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા તે વખતે બાઈકની આગળ અચાનક ઢોર આવી ગયું હતુ અને તેમને અડફેટે લીધા હતા જેના કારણે ઘટના સ્થળે જ તેમણે દમ તોડયો હતો.બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે,રોડ પર વાહનોની જગ્યાએ રખડતા ઢોર વધુ દેખાય છે અને એક મહિનામાં બે લોકોના જીવ ગયા હોવાની વાત સામે આવી છે.
રોડ પર પશુનો વધ્યો ત્રાસ
પાટણમા ઢોરના આતંક ના કારણે 7 જીદંગીઓએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિક લોકોએ પાટણ કોંગ્રેસ ધારાસભ્યને રજૂઆત કરતા કિરીટ પટેલ હાથમા દંડો લઈ પોતાના સમર્થકો તેમજ સ્થાનિકો સાથે જાહેર માર્ગો પર રાત્રીએ નીકળ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયત્રંણ પર કાયદો તો બનાવ્યો હતો પરંતુ ચૂંટણીમાં વોટ બેક ની રાજનીતિ ને કારણે કાયદો પરત ખેંચવો પડ્યો હતો જેથી હવે લોકોની જીદંગી સાથે ખતરો યથાવત રહ્યો છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો જેવા કે પારેવા સર્કલ , બસ સ્ટેન્ડ રોડ , હિંગળાચાચર , બગવાડા દરવાજા ,રેલવે સ્ટેશન રોડ સહિતના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડીંગો દિવસ રાત વઘી રહ્યી છે.
ધારાસભ્ય પણ આ સમસ્યાથી કંટાળ્યા
પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ખુદ રસ્તાઓ પર રઝળતા આતંકનો ત્રાસ દૂર કરવા ઢોર પકડો અભિયાન હાથધર્યું હતું તો તેઓએ ભાજપ શાસિત પાટણ પાલિકા પર આક્ષેપ કર્યા હતા કે પાટણ નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે પાલિકાએ પ્રજા પર ડબલ વેરા ઠોકી દીઘા પર લોકોને યોગ્ય સગવડ ન આપી રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનું પાલિકા તેમજ પોલીસ નું હોય છે પરંતુ આ બન્ને દ્વારા સ્થાનિકો નું ન સાંભળતા આજે અમારે ખુદ જાહેર માર્ગો પર નીકળવું પડ્યું છે ત્યારે જો આજ પ્રમાણે સોસાયટીના રહીશો નો સાથ મળતો રહેશે તો રોજ આ પ્રમાણે જાહેર માર્ગો પરથી ઢોર પકડવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે.