Panchmahalના શહેરાનો કરુણ બનાવ, તળાવમાં કમળ લેવા માટે ઉતરેલા 32 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સગરાડા ગામમાં એક કરુણ ઘટના બની છે. જેમાં તળાવમાં ડૂબી જવાથી એક 32 વર્ષીય યુવકનું મોત થયું છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. મૃતક યુવક સગરાડા ગામનો રહેવાસી હતો. આજે સવારે તે ગામના તળાવમાં કમળ લેવા માટે ઉતર્યો હતો.
તળાવમાં ડૂબી જવાથી 32 વર્ષીય યુવકનું મોત
પરંતુ અચાનક ઊંડા પાણીમાં જતો રહેતા તે તળાવમાં ડૂબી ગયો હતો. આસપાસ હાજર લોકોએ તેને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સગરાડા ગામના તળાવમાં કમળ લેવા ઉતર્યો હતો યુવક
આ ઘટનાથી મૃતકના પરિવારમાં આઘાત અને શોક છવાઈ ગયો છે. 32 વર્ષની યુવાન વયે પુત્ર ગુમાવવાથી પરિવારજનોની હાલત દયનીય બની ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પાણીમાં ઉતરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
What's Your Reaction?






