Panchmahal:કાલોલ શહેરની અમૃત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

Sep 30, 2025 - 03:30
Panchmahal:કાલોલ શહેરની અમૃત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત આવેલી ખાનગી એવી અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલયના સ્કુલ સંકુલમાં શુક્રવારથી કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઝાડા, ઉલટી, તાવ અને માથાનો દુઃખાવો થતો હોવાને કારણે તબિયત લથડતાં લગભગ 30 થી 40 વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે મામલે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અસરકારક કારણ શોધવાને બદલે વાયરલ ઇન્ફેકશન હોવાનો બચાવ કરતાં વાલીઓએ સ્કુલ મેનેજમેન્ટ સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

સોમવારે અસરગ્રસ્ત બાળકોના વાલીઓએ સ્કુલ કેમ્પસમાં પહોંચીને ઉગ્ર રજૂઆતો કરી હતી કે પાછલા ત્રણ દિવસમાં 40 થી વધુ બાળકો નાદુરસ્ત અને 100 થી વધુ બાળકોએ સ્વસ્થતા ગુમાવી છે. જેમાં હોસ્પિટલ ખાતે સારવાર લેતા બાળકોના તબીબી રિપોર્ટ અનુસાર સીઆરપી વધારે હોવા માટે શાળાની બેદરકારી અંગે સીધો આક્ષેપ કર્યો હતો.જેથી વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકોની જીંદગી જોખમાય તેવી ઘોર બેદરકારી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં અને મેનેજમેન્ટ પોતાની ભૂલ સ્વીકારીને કોઈ નક્કર પગલાં નહીં ભરે ત્યાં સુધી કોઈ વાલી પોતાના બાળકને સ્કૂલમાં મોકલશે નહીં તેવી ચેતવણી આપવામાં આવી હતી.

ધારાસભ્યે શાળા સંચાલક અને આચાર્ય સાથે ચર્ચા કરી

ઘટનાને પગલે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ સોમવારે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શાળા સંચાલક અને આચાર્ય સાથે સ્થિતિની સમીક્ષા કરીને ક્ષતિઓ અને લાપરવાહી અંગે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી.

ફૂડ & ડ્રગ્સ અને આરોગ્ય વિભાગે મુલાકાત લીધી

જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગની ટીમો પણ સ્કુલમાં પહોંચી હતી. બન્ને ટીમોએ કુકિંગ અને સ્ટોરેજ વિભાગની સ્વચ્છતા, વાસણો, રસોઈ સામગ્રી અને પુરવઠાની મુલાકાત કરી જરૂરી સેમ્પલો લીધા હતા. જે દરમ્યાન પૌવા, લોટમાં જીવાતો મળી આવી હતી, જ્યારે ચોખા હલકી ગુણવત્તાના જોવા મળ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0