Panchmahal News : પંચમહાલના કાલોલમાં વરસાદથી કોઝવે ધોવાયો, કોઝવે ધોવાતા સામે કાંઠે જવું પણ મુશ્કેલ થયું

Jul 31, 2025 - 08:30
Panchmahal News : પંચમહાલના કાલોલમાં વરસાદથી કોઝવે ધોવાયો, કોઝવે ધોવાતા સામે કાંઠે જવું પણ મુશ્કેલ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ વર્ષે ચોમાસાની જમાવટ જોરદાર રહી છે ચોમાસાએ શરૂઆતથી જ નદી નાળા, કોતર પાણી પાણી કરી દીધા છે જેમા ઘણી જગ્યાએ નદી નાળા પરના બ્રિજ, કોઝવે ને મોટુ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, જેમા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર આવેલ એક કોઝવે જેના પર થઇને નદી પાર ઘુસર ગામના ખેડૂતોની જમીન આવેલ છે.

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા 25 કિમિ ફરીને જઉ પડે છે

સાથે સાથે નદી પાર અનેક ગામો જેવા કે પરુણા, આથમના, અડાદરા, ભૂખીનો સંપર્ક છે ત્યારે આ કોઝવે ગત વર્ષના ચોમાસામાં નુકસાન પામેલ પણ એક વીત્યું હોવા છતાં કોઝવે રીપેરના કરાવતા આ વર્ષના ભારે વરસાદના કારણે કોઝવે ધોવાઈ ગયો છે અને મોટી નદીમાં સામે પાર જવાનું બંધ થઈ ગયું છે, તો ખેડૂતોનું કહેવું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 25 કિમી ફરીને જઉ પડે છે.

ગ્રામજનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ મુશ્કેલ

ગત વર્ષે જયારે કોઝવેને નુકસાન થયુ ત્યારે ગામ લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ના થતા એજ હાલતમા બીજુ ચોમાસુ આવી ગયુ અને નદીમા જયારે ધસમસતા વહેણમાં કોઝવે નું ખુબ જ વધારે ધોવાણ થઇ ગયુ અને અવરજવર કરી શકાય એવી શક્યતા ના રહી, જોકે ગામ લોકો જોખમી રીતે અહીંથી પસાર થવાની કોશિશ કરે છે કેમકે પોતાના ખેતરમાં જવા માટે આ જ રસ્તો એમની મજબૂરી બન્યો છે, ગામ લોકોની રજૂઆત છે કે વહેલી તકે આ કોઝવે ને રીપેર કરી આપવામાં આવે તો આ વર્ષની ખેતી કરી શકે એમ છે બાકી જોખમી રીતે નદી પાર કરતા કોઈ મોટી હોનારત સર્જાય એવી પુરી શક્યતા દેખાઈ રહી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0