Panchmahal: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોધરા, મોરવા હડફ, શહેરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના ગોધરા, મોરવા હડફ, શહેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાવવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યોછે. બીજી તરફ ગોધરાના નીચાણવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. બી એન ચેમ્બર, ચર્ચ પાસે, ભુરાવાવ વિસ્તાર, કલેક્ટર કચેરી પાસે વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બરવાળામાં 7.52 ઈંચ વરસાદ વરસ્યો છે તો સાયલામાં 6.30 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ, મુળીમાં 5.31 ઇંચ, જોડિયામાં 5.24 ઇંચ, થાનગઢમાં 4.76 ઇંચ, ઉમરાળામાં 4.76 ઇંચ, વલ્લભીપુરમાં 4.53 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.58 ઇંચ, ગાંધીધામમાં 3.39 ઇંચ. ધંધુકામાં 3.23 ઇંચ, બોરસદમાં 3.19 ઇંચ, અંજારમાં 3 ઇંચ, નખત્રાણામાં 2.87 ઇંચ, પેટલાદમાં 2.91 ઇંચ, આણંદમાં 2.40 ઇંચ, માળિયામાં 2.68 ઇંચ, હળવદમાં 2.6 ઇંચ, ધોલેરામાં 2.56 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો છે.
17 જૂને રાજ્યના 208 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો
તમને જણાવી દઈએ કે 17 જૂને રાજ્યમાં 208 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં બોટાદના બરવાળામાં 7.52 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સાયલામાં 6.3 ઇંચ, મુળીમાં 5.31 ઇંચ, ઉમરાળા 4.76 ઇંચ, બોટાદ 5.43 ઇંચ, થાનગઢમાં 4.76 ઇંચ, વલ્લભીપુર 4.53 ઇંચ, જોડીયામાં 5.04 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, ગાંધીધામમાં 3.39 ઈંચ, નખત્રાણામાં 2.64 ઈંચ, રાણપુરમાં 3.58 ઇંચ ધંધુકામાં 3.7 ઇંચ, પેટલાદમાં 2.91 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, બોરસદમાં 3.19 ઇંચ, ધોલેરામાં 2.56 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ, હળવદમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે.
What's Your Reaction?






