Panchmahal: બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી

May 19, 2026 - 07:00
Panchmahal: બોડેલી હાઇવે પાસે ઝાખરપુરાના ડાઘુઓની ઇકો કાર ભડકે બળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલી રાજપીપળા નેશનલ હાઇવે ઉપર ઓરસંગ બ્રિજ નજીક એક ઇક્કો કારમાં અચાનક આગ લાગતા અફ્રા તફરીનો માહોલ સર્જાયો હતો. જોતા જોતા સમગ્ર કાર ભડભડ સળગી ઉઠી હતી. ઇકો કારમાં સવાર બાબુભાઇ કે બારીયા સહીત ચારનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર ચારેય લોકો સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

બોડેલીના ઓરસંગ બ્રિજ નજીક મોડાસર ચાર રસ્તા પાસે એક ઇક્કો કારમાં અચાનક સળગવાની ગંધ આવતા ચાલકે સાવચેતી દાખવી કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી. કાર ઉભી રાખ્યા બાદ થોડા જ સમયમાં કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતા જોતા આગ ભભૂકી ઉઠી હતી.કારમાં સવાર લોકો સખાન્દ્રા ગામે મરણ પ્રસંગે હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા ફયર ફઇટરની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમયમાં સમગ્ર ઇક્કો કાર આગની લપેટમાં આવી સળગી ઉઠી હતી. જોકે કારમાં સવાર તમામ ચાર લોકો સમયસર નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઈ નહોતી અને તમામનો આબાદ બચાવ થયો હતો.ઘટનાને પગલે થોડા સમય માટે રોડ ઉપર ટ્રાફ્કિની સમસ્યા પણ સર્જાઈ હતી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0