Panchmahal : પાવીજેતપુરના પાણીબાર ગામે વિશાળ મહિલા સંમેલન યોજાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રનું મહિલા સંમેલન યોજાયું હતું.
સંમેલનમાં અકોટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ગુજરાત આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ગોવિંદ રાઠવા, જિલ્લા પ્રાયોજના વહીવટદાર કે.ડી. ભગત, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી આનંદભાઇ પરમાર, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી હીનાબેન ચૌધરી, પાવીજેતપુર તા. પં.પ્રમુખ નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય ભરત રાઠવા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
સંમેલનને સંબોધતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે અમલી બનાવેલી જનકલ્યાણકારી યોજનાઓનું યોગ્ય માર્ગદર્શન અને તેના લાભો મહિલાઓ સુધી પહોંચે તે માટે સરકારી તંત્ર કટિબદ્ધ છે. આ યોજનાઓના પરિણામે મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ક્કબિચારાક્ર અને ક્કબાપરાક્ર જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી પક્ષો આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં સાત દાયકાઓ સુધી સત્તામાં રહેલી સરકારોએ આદિવાસી સમાજના મહાનાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને યોગ્ય સ્થાન આપ્યું નહોતું. વડાપ્રધાન મોદીએ વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને આદિવાસી સમાજના મહાનાયકને યોગ્ય સન્માન અપાવવાનું કાર્ય કર્યું છે.
પૂર્વ ધારાસભ્ય અને વક્તા સીમાબેન મોહિલેએ મહિલા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રોડ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, પાણી અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારના પ્રયાસોથી આદિવાસી સમાજના જીવનમાં વિકાસની નવી રોશની આવી છે અને સમાજના લોકો ગૌરવ સાથે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે.
સરકારી જનકલ્યાણકારી યોજનાઓના લાભથી મહિલાઓ સશક્ત બની આત્મનિર્ભર થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને 33 ટકા અનામત આપવાનું કાર્ય કરીને મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

