Panchmahalમાં વીજ વિભાગની બેદરકારીના લીધે 3 યુવકોના નિપજયા મોત

પંચમહાલમાં એક દુખદ ઘટના બની છે જેમાં વીજ વિભાગની બેદરકારીના કારણે 3 યુવકોના મોત નિપજયા છે.મોરવા હડફના ભંડોઈ પાસે વીજ તાર નીચે પડ્યો હતો અને બાઈક સવાર યુવકો પર આ વાયર પડતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા,યુવાનો દાઝી ગયા હતા અને તેના કારણે મોત થયા હોવાની વાત સામે આવી છે.પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.આ ઘટનામાં વીજ વિભાગના કર્મચારી સામે ફરિયાદ નોંધાય છે કે નહી તે જોવાનું રહ્યું. સળગી જવાથી મોત પંચમહાલમાં વીજ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાની વાત સામે આવી છે,યુવકો મોરવાહડફ તરફથી બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે,મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી. જ્યારે સ્થાનિકોનો MGVCLની ઘોર બેદરકારીનો આક્ષેપ છે. ગઈકાલે બે યુવાનોના વીજ કરંટના વાયરથી મોત સુરેન્દ્રનગરના મુળીમાં વીજકરંટ લાગતા બે વ્યકિતના મોત થયા હતા.ખેતરમાં જયારે દવાનો છંટકાવ કરવામાં આવતો હતો તે દરમિયાન જમીનમાથી વીજ વાયર પસાર થતો હતો અને તેમાં ભારે કરંટ પસાર થયો હતો જેને લઈ તેમના ઘટના સ્થળે મોત થયા હતા.સાથે સાથે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત થયું હતુ.પરિવારનો આક્ષેપ છે કે વીજ કંપનીની બેદરકારીના કારણે આ મોત થયું છે અને વીજ કંપનીના કર્મીઓ સામે ગુનો નોંધાય તેવી માંગ કરી છે. ચાર દિવસ પહેલા વીજ વાયરને લઈ એક વ્યકિતનું મોત નિપજયું તુલસીવાડી સંજય નગરમાં રહેતા ૫૬ વર્ષના વિજયરાજ નંદરાજ ઓઝા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે.બપોરે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે આવ્યા હતા. તેઓ ચોકડીમાં નાહવા બેઠા હતા. તે દરમિયાન વીજ કરંટ ઉતરતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી, તેમનો પુત્ર આયુષ બચાવવા માટે દોડી ગયો હતો. તેણે પણ કરંટ લાગતા તે ઉછળીને દૂર ફેંકાયો હતો. દરમિયાન લોકો દોડી આવતા પિતા - પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિજયરાજનું મોત થયું હતું.  

Panchmahalમાં વીજ વિભાગની બેદરકારીના લીધે 3 યુવકોના નિપજયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલમાં એક દુખદ ઘટના બની છે જેમાં વીજ વિભાગની બેદરકારીના કારણે 3 યુવકોના મોત નિપજયા છે.મોરવા હડફના ભંડોઈ પાસે વીજ તાર નીચે પડ્યો હતો અને બાઈક સવાર યુવકો પર આ વાયર પડતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા,યુવાનો દાઝી ગયા હતા અને તેના કારણે મોત થયા હોવાની વાત સામે આવી છે.પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે.આ ઘટનામાં વીજ વિભાગના કર્મચારી સામે ફરિયાદ નોંધાય છે કે નહી તે જોવાનું રહ્યું.

સળગી જવાથી મોત

પંચમહાલમાં વીજ કંપનીની બેદરકારીથી મોત થયું હોવાની વાત સામે આવી છે,યુવકો મોરવાહડફ તરફથી બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે,પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે,મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી. જ્યારે સ્થાનિકોનો MGVCLની ઘોર બેદરકારીનો આક્ષેપ છે.

ગઈકાલે બે યુવાનોના વીજ કરંટના વાયરથી મોત

સુરેન્દ્રનગરના મુળીમાં વીજકરંટ લાગતા બે વ્યકિતના મોત થયા હતા.ખેતરમાં જયારે દવાનો છંટકાવ કરવામાં આવતો હતો તે દરમિયાન જમીનમાથી વીજ વાયર પસાર થતો હતો અને તેમાં ભારે કરંટ પસાર થયો હતો જેને લઈ તેમના ઘટના સ્થળે મોત થયા હતા.સાથે સાથે તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત થયું હતુ.પરિવારનો આક્ષેપ છે કે વીજ કંપનીની બેદરકારીના કારણે આ મોત થયું છે અને વીજ કંપનીના કર્મીઓ સામે ગુનો નોંધાય તેવી માંગ કરી છે.

ચાર દિવસ પહેલા વીજ વાયરને લઈ એક વ્યકિતનું મોત નિપજયું

તુલસીવાડી સંજય નગરમાં રહેતા ૫૬ વર્ષના વિજયરાજ નંદરાજ ઓઝા સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે.બપોરે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે આવ્યા હતા. તેઓ ચોકડીમાં નાહવા બેઠા હતા. તે દરમિયાન વીજ કરંટ ઉતરતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી, તેમનો પુત્ર આયુષ બચાવવા માટે દોડી ગયો હતો. તેણે પણ કરંટ લાગતા તે ઉછળીને દૂર ફેંકાયો હતો. દરમિયાન લોકો દોડી આવતા પિતા - પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિજયરાજનું મોત થયું હતું.