Panchmahal:કાલોલ નગરમાં વિજયા દશમીનાં દિવસે સમૂહ શસ્ત્રપૂજન કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ ખડકી હનુમાનજી મંદિર ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની આગામી દશેરાની પરંપરાગત ઉજવણીનાં આયોજનનાં ભાગરૂપે કેળવણી મંડળના પ્રમુખ અને 18 પંચમહાલ લોક સભાના સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
જેમાં નવરાત્રીનાં પવિત્ર દિવસો બાદ દશેરાનાં દિવસે સમસ્ત કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવશે, તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી તા.2 ઓક્ટોબરના રોજ વિજયા દશમી એટલે કે દશેરાના દિવસે શામળદેવી બસ સ્ટેન્ડ ખાતે આવેલ શિશુમંદિર ખાતે સવારે દસ કલાકે સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જે કાલોલ હાઈવે પર થઈ શહેર નજીકના મધવાસ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે, જ્યાં પૂજા અને આરતી બાદ મહા પ્રસાદીનું આયોજન કરેલ છે.આ આયોજન બેઠકમાં ક્ષત્રિય કેળવણી મંડળનાં કારોબારી સભ્યો, યુવાનો, વડિલો, સામાજિક - રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં વિવિધ ગામોમાંથી આવેલ યુવા આગેવાનો હાજર રહ્યાં હતાં.
What's Your Reaction?






