Palitana: લાખાવાડ નજીક કેનાલમાં નાહવા પડેલા 14 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત, કલાકો બાદ મૃતદેહ મળ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ પાસે એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં કેનાલમાં નાહવા ગયેલા એક 14 વર્ષના સગીરનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર લાખાવાડ ગામ અને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાહવા પડ્યો અને કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, લાખાવાડ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં રાકેશ વાઘેલા (ઉંમર 14 વર્ષ) નામનો સગીર નાહવા માટે પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેનાલના ઠંડા પાણીમાં નાહતી વખતે અચાનક રાકેશ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સગીર ડૂબ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
કલાકોની જહેમત બાદ મળ્યો મૃતદેહ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ગામના તરવૈયાઓ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેનાલના વહેતા પાણીમાં સગીરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી ભારે જહેમત બાદ આખરે રાકેશનો નિપ્રાણ દેહ પાણીમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો: Surat: વેકેશન પડતા જ વતનની વાટ પકડી, ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

