Palika Election 2025 : જૂનાગઢ મનપા પર કોંગ્રેસ બાદ ભાજપનો જીતનો દાવો

Feb 17, 2025 - 16:00
Palika Election 2025 : જૂનાગઢ મનપા પર કોંગ્રેસ બાદ ભાજપનો જીતનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંત માહોલમાં પૂર્ણ થઈ. પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષોમાં જીતના દાવાનો દોર શરૂ થયો છે. જૂનાગઢ મહાનગર પાલિકા પર અગાઉ કોંગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો હતો. તેના બાદ હવે ભાજપ પક્ષ પણ મનપા પર જીત નિશ્ચિત હોવાનો ગણગણાટ કરવા લાગ્યો છે. ભાજપ પ્રમુખ પુનિત શર્માએ દાવા સાથે કહ્યું કે તેઓ 50થી વધુ બેઠકો પર જીત મેળવશે.

અમારા ઉમેદવારોએ વધુ મહેનત કરી

જૂનાગઢ મનપા પર ભાજપની જીત નિશ્ચિત છે તેવું પ્રમુખ પુનિત શર્મા દાવા સાથે કહે છે. વધુમાં તેમણે કહ્યું કે પાલિકાની ચૂંટણીમાં અમારો ઉમેદવારોએ વધુ મહેનત કરી છે. અમે આ ચૂંટણીને હળવાશ માં ના લેતા ઘરે ઘરે જઇને પ્રચાર કર્યો છે. અમારા પ્રચાર જોરદાર હતો અને એટલે જ અમારા મતદાનવાળા વિસ્તારમાં વધુ વોટિંગ થયું છે. આ સાથે પુનિત શર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે તેમના ઉમેદવારોએ જોઈએ તેવો પ્રચાર કર્યો નહોતો. કોંગ્રેસમાં લોકો ટિકિટ માટે ઝગડયા તેમાં ઉમેદવારો અને મતદારો પણ ખોયા.

કોંગ્રેસનો 31 થી 35 બેઠકો પર જીતનો દાવો

ગતરોજ 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ગઈ. મહાનગરપાલિકા જૂનાગઢમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ 31 થી 35 બેઠકો પર જીત ચોક્કસ મળશે તેવા દાવો કરતી હતી.ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવારો કહેતા હતા કે અમે ખાલી ચૂંટણી સમયે સક્રિય રહેતા નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ મતદાન થતાં ભાજપ પક્ષમાં જોશ આવ્યો. અને આ જોશમાં પ્રમુખ પુનિત શર્મા કહે છે કે કોંગ્રેસ ઘર સાચવી નથી શકી તો કયા આધારે જીતનો દાવો કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વહિવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે માટે પોલીસ ફોર્સન તૈનાત કરાવવા સાથે વૃદ્ધો અને દિવ્યાંગોને વાહન આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

મતદારોમાં રોષ

નોંધનીય છે કે પાલિકા ચૂંટણીને લઈને મતદારોમાં થોડો રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો સામાન્ય સમસ્યાથી વધુ ત્રસ્ત જોવા મળ્યા. છેલ્લા કેટલાક સમયથી શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ ખોદી નખાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના નામે વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી સતત ખોદકામ ચાલતું હોવાને લીધે રોડ અને પાણી જેવી સામાન્ય સુવિધા વંચિત રહેતા સ્થાનિકો તંત્રની કામગીરીને લઈને નારાજ જોવા મળ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0