Palika Election 2025 : જુનાગઢમાં ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર

Feb 18, 2025 - 10:30
Palika Election 2025 : જુનાગઢમાં ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંત માહોલમાં પૂર્ણ થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢમાં ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ છે.  જૂનાગઢ મહાનગર પાલિકા પર અગાઉ કોંગ્રેસ પક્ષ જીતનો દાવો કરતો હતો. તેના બાદ હવે ભાજપ પક્ષ પણ મનપા પર જીત નિશ્ચિત હોવાનો ગણગણાટ કરવા લાગ્યો હતો. આજે સામે આવેલ પરિણામમાં જૂનાગઢમા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ છે. ગિરિશ કોટેચાના પુત્ર વોર્ડ નંબર 9માં બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કુલ બેઠકો પરથી 263 પર ભાજપ વિજય કૂચ તરફ આગળ વધી રહ્યું છે. 

પાલિકામાં 44.32 ટકા મતદાન નોંધાયું

જૂનાગઢ મહાનગરપાલિકાની 2025ની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. 44.32 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 60 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની 52 બેઠકો માટે 165 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આજે સવારે 9 કલાકથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ છે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈવીએમના મતની ગણતરી હાથ ધરાશે.

મતગણતરી

44 ટેબલ પર 136થી વધુ કર્મચારીઓ મતગણતરીની કામગીરી સંભાળશે. મતગણતરી કુલ 14 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ પુનિત શર્માએ દાવા સાથે કહ્યું કે તેઓ 50થી વધુ બેઠકો પર જીત મેળવશે. 

નોંધનીય છે કે ગિરિશ કોટેચા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં જોવા મળ્યા. ગિરિશ કોટેચા અને મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0