Palej: વલણ ગામમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Apr 18, 2026 - 05:00
Palej: વલણ ગામમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના પાલેજ નજીક આવેલા વલણ ગામમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વલણ ગામમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આજરોજ બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતા કરજણથી બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં કેટલુ નુકશાન થયું તે જાણવા મળ્યુ નથી પરંતુ સ્ક્રેપના માલ સામાનને મોટુ નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. આગની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0