Palanpurમાં તલાટીને 4000ની લાંચ લેતા ACBએ ઝડપાયી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના પાલનપુરમાં તલાટી ACBના સંકજામાં આવ્યો છે. ટાકરવાડા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતો ઝડપાયો છે. તલાટી મીના પરમારે ગામના રહેવાસીનો દાખલો આપવા માટે 4000ની લાંચ માગી હતી. એસીબીએ તલાટી મીના પરમારને 4000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં તલાટી ACBના સંકજામાં આવ્યો
તલાટીએ રહેવાસીનો ગામના રહેવાસીનો દાખલો આપવા માટે લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ લાંચ ન આપવાના બદલે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવી 4000ની લાંચ લેતા તલાટીને રંગે હાથે ઝડપીપાડ્યો હતો.
તલાટીએ 4000ની લાંચ માંગી
ટાકરવાડા ગ્રામ પંચાયતમાં ગામના રહેવાસી દ્વારા રહેવાસીનો દાખલો કાઢવા તલાટી પાસે ગયા હતા. તલાટી મીના પરમારે ફરિયાદી પાસેથી લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકુ ગોઠવી 4000 ની લાંચ લેતા તલાટીને રંગે હાથે ઝડપી લીધો હતો.
What's Your Reaction?






