Palanpur: તાલુકાના આંત્રોલીના ગ્રામજનોએ વડવાઓની જમીન પરત મેળવવા લડત આદરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના લોકો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી આવ્યા હતા અને તેમણે આંત્રોલીની શ્રીસરકાર થયેલી જમીન મેળવવા માટે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે બાપ દાદાના સમયથી ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા હોઈ અને હવે આ જમીન ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા એક હજારથી વધુ ખેડૂતોને અસર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને જો તેમની જમીન સરકાર પડાવી લેશે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે તેવી ચીમકી આપી હતી.
પાલનપુર તાલુકાના આંત્રોલી ગામની સીમમાં આવેલી આશરે 222 એકર જમીન શ્રીસરકાર હોઈ છે આ અંગે મહેસુલ વિભાગ દ્વારા જમીનનો કબ્જો લેવા માટે તા.16/07/2025 ના રોજ ખેડૂતોને એકઠા કરી અને જમીન ખાલી કરી દેવા માટે બે માસનો સમય આપવામાં આવ્યો હતો. આમ એકાએક જમીન ખાલી કરવાના હુકમથી ગ્રામજનો આશ્રાર્યમાં પડી ગયા હતા અને તેઓ જે જમીનમાં રહે છે તે શ્રીસરકાર હોવાનું માલુમ પડતા અને બાપ-દાદાના સમયથી તેમનો કબ્જો હોવાથી આ જમીન તેમને આપવામાં આવે અને જો સરકાર તેમની જમીન છીનવી લે તો એક હજારથી વધુ પરીવારોનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બને તેમ છે અને તેમની પાસે કોઈ મોટો ઉદ્યોગ કે વેપાર ન હોવાથી અને માત્ર જમીન પર ખેતી કરી અને ભરણ પોષણ કરી રહ્યા હોઈ તેમની રજુઆતો અંગે ન્યાયના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે તેમને આ જમીન પર કરજ કરી અને પાણીના બોર તેમજ ખેતીલાયક ખર્ચા કરી અને પરીવારનું ગુજરાન ચલાવતા હોઈ અને બાળકોને શિક્ષણ અપાવી રહ્યા છે અને સદર જમીન નિયમિત કરી આપવા અને તેના માટે દંડ ભરપાઈ કરવાની ખાતરી આપવામાં આવી છે.
What's Your Reaction?






