Palanpur: જિલ્લા પોલીસનો ગ્રામ્યના સરપંચો સાથે સંવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સમન્વય યોજી અનિચ્છનીય બનાવ અટકાવવાના પ્રયાસરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ મથકે તેમના વિસ્તારના સરપંચો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં છાપી પોલીસ મથકે રેન્જ આઈ.જી.ચિરાગ કોરડીયાએ બેઠકમાં ઉપસ્થિત રહી અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લામાં બનતી અનિચ્છનિય ઘટનાઓ અટકાવવા ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે.તેના અનુસંધાને રેન્જ આઈ.જી.ચિરાગ કોરડીયા છાપી પોલીસ મથકે ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંતના તમામ પોલીસ મથકોમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.અને પોલીસ મથક વિસ્તારમાં કોઈ અનિચ્છ બનાવ ન બને તે હેતુસર ગામના સરપંચ દ્વારા અગમચેતી સ્વરૂપે પોલીસ પ્રશાસનનુ ધ્યાન દોરવામાં આવે તો કેટલાક કેસમાં મારમારી જેવા કિસ્સા ટાળી શકાય અને પોલીસ પ્રશાસન અગમચેતીના પગલા લઈ અને અનિચ્છનિય બનાવ અટકાવી શકાય.તે માટે સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી.આ અંગે રેન્જ આઈ.જી.ચિરાગ કોરડીયાએ જણાવ્યુ હતુ.કે બનાસકાંઠા જિલ્લામાં સરપંચો અને પોલીસ પ્રશાસન વચ્ચે સમન્વય સાધવા અને ગ્રામ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના સુચનો તેમજ કોઈ અનિચ્છનિય ઘટના બને ત્યારે પોલીસ પ્રશાસનને ઝડપથી ધ્યાને આવે અને તેના માટે કાયદેસરના પગલા લઈ ઘટના વધુ ન વણસે તે માટે કાર્યવાહી થઈ શકે તે હેતુસર આ કાર્યક્રમ હેઠળ બેઠક યોજવામાં આવી હતી.
What's Your Reaction?






