Padra : ક્લીન પાદરા કાર્નિવલ-2026માં નગરજનોનો ભારે ઉત્સાહ છવાયો

Nov 18, 2026 - 06:30
Padra : ક્લીન પાદરા કાર્નિવલ-2026માં નગરજનોનો ભારે ઉત્સાહ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા નગરના નાગરિકોને મનોરંજન સાથે આનંદ અને ઉત્સાહની અનુભૂતિ કરાવવા પાદરા ન.પાલિકા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સંયુક્ત ઉપક્રમે ક્લીન પાદરા કાર્નિવલ-2026 યોજાયો હતો. જેમાં નગરજનોએ વિવિધ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. કાર્નિવલમાં ઓરકેસ્ટ્રા લાઇવ પાર્ટી મુખ્ય આકર્ષણ બની હતી. મોડી રાત સુધી સંગીતના તાલે યુવાનો સહિત નગરજનો ઝૂમી ઊઠયા હતા. રાત્રે આકર્ષક આતશબાજીએ વાતાવરણને દિવાળી જેવું રંગીન બનાવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે પ્રજાના સેવક છીએ. તાલુકા અને ગામોમાં વિકાસનાં કામો કરવા સાથે સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડીએ છીએ. કાર્નિવલને મળેલા પ્રતિસાદ અને આવકારને જોતા આગામી વર્ષે પાંચ દિવસીય કાર્નિવલનું આયોજન કરાશે તેવી જાહેરાત પણ ધારાસભ્યે કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0