OLD પેન્શન યોજનાને લઈ આજે શિક્ષકો વિધાનસભાનો કરી શકે છે ઘેરાવો !

ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવની શિક્ષકોની ચીમકી વર્ષ ૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ ગત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે સ્વિકારી હતી માગ ચોમાસા સત્રમાં પ્રથમ દિવસે જ જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરી શકે છે.બે શિક્ષક સંઘોથી અલગ ૨૦૦૫ પહેલાના શિક્ષકો કરશે વિધાનસભાનો ઘેરાવ.ભૂતિયા શિક્ષકોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પહેલા જ દિવસે ચર્ચા કરાશે.બનાસકાંઠા જિલ્લામાં વિદેશ હોય અને ગેરહાજર રહેતા શિક્ષકોના મુદ્દે ચર્ચાશે પ્રશ્ન,દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના પ્રશ્નમાં સરકાર આપશે જવાબ. સરકારને અનેક વખત કરી છે રજૂઆત ગુજરાતના શિક્ષકો છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવામા માટે ધરણા અને સરકારને રજૂઆત કરી રહ્યાં છે,શિક્ષકોનો આક્ષેપ છે કે,સરકાર દ્રારા અમારી માગ પૂરી કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી,પરંતુ અમારી માગ પૂરી કરાઈ નથી કે કોઈ પરિપત્ર પણ કરવામાં આવ્યો નથી,જેને લઈ આજે શિક્ષકો ભેગા મળીને વિધાનસભાનો ઘેરાવો કરી શકે છે,થોડા દિવસ અગાઉ જ રાજયભરના શિક્ષકોએ ભેગા મળીને ગાંધીનગરમાં ધરણા કર્યા હતા. શિક્ષકોની માગ અમને પેન્શન આપો ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે લડાઈ લડી રહ્યાં છે.તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી. આ યોજનાની કેમ થઈ રહી છે માગ જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી હતી. આમાં કર્મચારી જેટલી બેઝિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.  

OLD પેન્શન યોજનાને લઈ આજે શિક્ષકો વિધાનસભાનો કરી શકે છે ઘેરાવો !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવની શિક્ષકોની ચીમકી
  • વર્ષ ૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ
  • ગત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે સ્વિકારી હતી માગ

ચોમાસા સત્રમાં પ્રથમ દિવસે જ જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરી શકે છે.બે શિક્ષક સંઘોથી અલગ ૨૦૦૫ પહેલાના શિક્ષકો કરશે વિધાનસભાનો ઘેરાવ.ભૂતિયા શિક્ષકોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પહેલા જ દિવસે ચર્ચા કરાશે.બનાસકાંઠા જિલ્લામાં વિદેશ હોય અને ગેરહાજર રહેતા શિક્ષકોના મુદ્દે ચર્ચાશે પ્રશ્ન,દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના પ્રશ્નમાં સરકાર આપશે જવાબ.

સરકારને અનેક વખત કરી છે રજૂઆત

ગુજરાતના શિક્ષકો છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવામા માટે ધરણા અને સરકારને રજૂઆત કરી રહ્યાં છે,શિક્ષકોનો આક્ષેપ છે કે,સરકાર દ્રારા અમારી માગ પૂરી કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી,પરંતુ અમારી માગ પૂરી કરાઈ નથી કે કોઈ પરિપત્ર પણ કરવામાં આવ્યો નથી,જેને લઈ આજે શિક્ષકો ભેગા મળીને વિધાનસભાનો ઘેરાવો કરી શકે છે,થોડા દિવસ અગાઉ જ રાજયભરના શિક્ષકોએ ભેગા મળીને ગાંધીનગરમાં ધરણા કર્યા હતા.

શિક્ષકોની માગ અમને પેન્શન આપો

ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે લડાઈ લડી રહ્યાં છે.તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી.

આ યોજનાની કેમ થઈ રહી છે માગ

જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી હતી. આમાં કર્મચારી જેટલી બેઝિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.