Nikol ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ન ભરાવાના તંત્રના દાવા પર 'પાણી ફરી વળ્યું'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રવિવાર બાદ સોમવારે વરસાદે આંશિક વિરામ લીધો હતો પરંતુ પૂર્વના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીમાંથી મુક્તિ મળી ન હતી.
તાજેતરમાં પૂર્વ માટે ખૂબ જ જરૂરી એવા રૂ.12 કરોડથી વધુના ખર્ચે ઓઢવ 310 પમ્પિંગ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા બાદ પણ નિકોલ ગોપાલ ચોક, ઓઢવ ફાયર સ્ટેશન, રામોલ જનતા નગર જેવા વિવિધ વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ રહ્યા હતા. પૂર્વના વિરાટનગરમાં બે ઈંચ, ઓઢવ, દૂધેશ્વર, મેમ્કો સહિતના વિસ્તારમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં સૈજપુરબોઘા ગોપાલપુરમાં ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલાકી વધી હતી. જ્યારે પીપળજના ગણેશનગરમાં સરકારી શાળામાં પાણી ભરાઈ જવાના કારણે બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થયું હતું. સામાન્ય વરસાદ બાદ પણ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નિકોલ અને ઓઢવમાં પાણી ભરાવાથી સમસ્યા યથાવત્
નિકોલ સહિત પૂર્વના વિવિધ વિસ્તારોમાં એક અઠવાડિયા પહેલાં વરસાદી પાણી ન ભરાય અને તેનો નિકાલ થાય તે માટે મ્યુ.કોર્પો. દ્વારા રૂ.81.40 કરોડના ખર્ચે ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 2 દિવસમાં માંડ 3 ઇંચ જેટલો વરસાદ પડયો તેમાં પણ આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન કામ ન આવી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. જેમાં નિકોલના ગોપાલ ચોક, કાણબા હોસ્પિટલથી લઈ રસપાન ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ જેમની તેમ રહી છે. જ્યારે ઓઢવ ફાયર સ્ટેશનની બહાર, અંબિકા નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી.
What's Your Reaction?






