New Textile Policy 2024ને વેપારીઓએ આવકારી, ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ
રાજ્ય સરકારે આજે રાજ્યમાં નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી છે અને તેમાં ઘણા પ્રકારે વેપારીઓને મોટો ફાયદો થાય છે. જેને લઈને સુરતના કાપડ ઉદ્યોગકારોએ નવી ટેક્સટાઈલ પોલિસીને આવકારી છે.દિવાળીના તહેવાર પહેલા સરકારે ભેટ આપતા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી કાપડના વેપારીઓએ પોલિસીને આવકારવાની સાથે જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. દિવાળીની ભેટ સરકારે કાપડ ઉદ્યોગને આપી હોવાની વેપારીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ટેક્સટાઈલ વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો અને વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સહકાર અંગે વાત કરતા કાપડ વેપારીઓએ કહ્યું હતું કે સરકારે કાપડ ઉદ્યોગને વેગ આપવા દિવાળીની ભેટ તરીકે નવી ટેક્સટાઈલ પોલિસી આપી છે. પોલિસીના કારણે કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થશે વધુમાં વેપારીઓએ કહ્યું હતું કે 10થી 25 ટકા કેપિટલ સબસિડી અને પાવર સબસિડી યુનિટ દીઠ 1 રૂપિયો કરવામાં આવી છે. ગ્રામીણ મહિલાઓને વધુ વેતન મળે તેનું ખાસ ધ્યાન રખાતા વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સુરતના કાપડ વેપારીઓ ગુજરાત સરકારની નવી જાહેર કરેલી પોલીસીને આવકારી અને પોલિસી દિવાળી ગિફ્ટ હોવાનું કાપડ ઉદ્યોગમાં માનવામાં આવી રહ્યું છે અને આ પોલિસીના કારણે કાપડ ઉદ્યોગને મોટો ફાયદો મળશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સરકારે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સરકારે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું મોટું કેન્દ્ર: હર્ષ સંઘવી આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના દિવસે ગુજરાત રાજ્યની નવી ટેકસટાઈલ પોલીસ જાહેર કરવામાં આવી છે. ગુજરાતે છેલ્લા 23 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. નેશનનલ GDP ગ્રોથ કરતા ગુજરાત આગળ રહ્યું છે. વર્ષ 2022-23ની શરૂઆતમાં 22.61 લાખ કરોડ GDPમાં પહોંચ્યા છે અને આપણું રાજ્ય દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું મોટું કેન્દ્ર બન્યું છે. ત્યારે આજે જે પોલિસી જાહેર કરવામાં આવી છે તેને વર્ષ 2047 માટે ટ્રમ્પ કાર્ડ બનાવવાનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારે આજે રાજ્યમાં નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી છે અને તેમાં ઘણા પ્રકારે વેપારીઓને મોટો ફાયદો થાય છે. જેને લઈને સુરતના કાપડ ઉદ્યોગકારોએ નવી ટેક્સટાઈલ પોલિસીને આવકારી છે.
દિવાળીના તહેવાર પહેલા સરકારે ભેટ આપતા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી
કાપડના વેપારીઓએ પોલિસીને આવકારવાની સાથે જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. દિવાળીની ભેટ સરકારે કાપડ ઉદ્યોગને આપી હોવાની વેપારીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ટેક્સટાઈલ વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો અને વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સહકાર અંગે વાત કરતા કાપડ વેપારીઓએ કહ્યું હતું કે સરકારે કાપડ ઉદ્યોગને વેગ આપવા દિવાળીની ભેટ તરીકે નવી ટેક્સટાઈલ પોલિસી આપી છે.
પોલિસીના કારણે કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થશે
વધુમાં વેપારીઓએ કહ્યું હતું કે 10થી 25 ટકા કેપિટલ સબસિડી અને પાવર સબસિડી યુનિટ દીઠ 1 રૂપિયો કરવામાં આવી છે. ગ્રામીણ મહિલાઓને વધુ વેતન મળે તેનું ખાસ ધ્યાન રખાતા વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સુરતના કાપડ વેપારીઓ ગુજરાત સરકારની નવી જાહેર કરેલી પોલીસીને આવકારી અને પોલિસી દિવાળી ગિફ્ટ હોવાનું કાપડ ઉદ્યોગમાં માનવામાં આવી રહ્યું છે અને આ પોલિસીના કારણે કાપડ ઉદ્યોગને મોટો ફાયદો મળશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સરકારે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સરકારે ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું મોટું કેન્દ્ર: હર્ષ સંઘવી
આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના દિવસે ગુજરાત રાજ્યની નવી ટેકસટાઈલ પોલીસ જાહેર કરવામાં આવી છે. ગુજરાતે છેલ્લા 23 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. નેશનનલ GDP ગ્રોથ કરતા ગુજરાત આગળ રહ્યું છે. વર્ષ 2022-23ની શરૂઆતમાં 22.61 લાખ કરોડ GDPમાં પહોંચ્યા છે અને આપણું રાજ્ય દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું મોટું કેન્દ્ર બન્યું છે. ત્યારે આજે જે પોલિસી જાહેર કરવામાં આવી છે તેને વર્ષ 2047 માટે ટ્રમ્પ કાર્ડ બનાવવાનું છે.