Navsari: સાયબર ફ્રોડના પીડિતોને રૂપિયા 5.58 લાખ પરત અપાયા

Nov 6, 2026 - 06:30
Navsari: સાયબર ફ્રોડના પીડિતોને રૂપિયા 5.58 લાખ પરત અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન, સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીને તેમના ગુમાવેલા નાણાં પરત અપાવવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સને 2021થી 2025ના સમયગાળા દરમિયાન થયેલા આ સાયબર ફ્રોડ કેસમાં પોલીસે અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી રૂરલ પોલીસે આધુનિક ટેકનોલોજી અને બેંકિંગ ચેનલોનો સહારો લઈ ફ્રોડ કરનાર શખ્સો દ્વારા નાણાંની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની વિગતો તેમજ ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતાં. પોલીસે તપાસ દરમિયાન સતત પ્રક્રિયા હાથ ધરીને છેતરપિંડીથી ગયેલી રકમમાંથી કુલ રૂ. 5,58,600ની માતબર રકમ ટ્રેસ કરી સફળતાપૂર્વક રિકવર કરવામાં મેળવી હતી. રિકવર કરવામાં આવેલી આ રકમ પોલીસ વિભાગના લોકકલ્યાણ અને જનજાગૃતિ અભિયાન તેરા તુજકો અર્પણ અંતર્ગત સાચી માલિકી ધરાવતા ફરિયાદીને સન્માનપૂર્વક પરત આપવામાં આવી હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડીવાયએસપી એસ. કે. રાય અને પોલીસ ઇન્સ્પેક્ટર વી. જી. ભરવાડના હસ્તે ફરિયાદીને તેમના ફ્રોડ થયેલા નાણાંનો ચેક કે રકમ સુપરત કરવામાં આવી હતી. નાણાં પરત મળતા ફરિયાદીએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના માધ્યમથી નવસારી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી કે સાયબર ફ્રોડનો ભોગ બનતાની સાથે જ તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, જેથી સમયસર પગલાં ભરીને નાણાં બ્લોક કે રિકવર કરી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0