Navsari : ‘અહીં ચોરીઓ બહુ થાય છે’ કહી આધેડને રોક્યો, નકલી પોલીસ બની રૂ.3.57 લાખના દાગીના પડાવ્યા

Sep 10, 2026 - 19:00
Navsari : ‘અહીં ચોરીઓ બહુ થાય છે’ કહી આધેડને રોક્યો, નકલી પોલીસ બની રૂ.3.57 લાખના દાગીના પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે નકલી પોલીસ બનીને આધેડને રોકી લાખોની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે બનેલી ઘટનામાં ગઠિયાઓએ આધેડ પાસેથી રૂ.3.57 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હતા. જોકે, ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

રસ્તા વચ્ચે રોક્યા અને પોલીસ હોવાનો રોફ જમાવ્યો

ફરિયાદી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને રોક્યા હતા. પોતે પોલીસ હોવાનો ભાસ કરાવી “અહીં ચોરીઓ ખૂબ થાય છે” તેમ કહી તેમને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લાયસન્સ પણ માંગવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઈને ગઠિયાઓએ તેમના સોનાના દાગીના કાગળમાં મૂકાવ્યા હતા.

કાગળમાં દાગીના મૂકાવ્યા અને પછી થઈ એવી ચાલાકી

ફરિયાદીના આશરે રૂ.3.57 લાખના સોનાના દાગીના કાગળમાં મુકાવ્યા બાદ ગઠિયાઓએ ચાલાકીથી દાગીના કાઢી તેમાં કાંકરા મૂકી દીધા હતા. ત્યારબાદ કાગળ ફરિયાદીને પરત કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.દાગીનાની જગ્યાએ કાંકરા નીકળ્યા

થોડીવાર બાદ ફરિયાદીએ કાગળ ખોલીને જોયું તો અંદર સોનાના દાગીનાની જગ્યાએ કાંકરા નીકળ્યા હતા. ત્યારે જ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.રૂ.3.57 લાખની છેતરપિંડીનો ગુનો, પોલીસ એક્શનમાં

ઘટના અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં રૂ.3.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.ગણતરીના કલાકોમાં એક આરોપી ઝડપાયો

પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. હવે પોલીસે આ સમગ્ર ટોળકીમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને અગાઉ આવી જ રીતે કેટલી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે રસ્તા વચ્ચે નકલી પોલીસ બનીને આ રીતે દાગીના પડાવવાની ઘટનાએ બીલીમોરા શહેરમાં પણ ચકચાર જગાવી છે. 


આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0