Navsari News: બીલીમોરામાં ગૌમાંસ મુદ્દે ભારે હોબાળો, બે મહિલાઓ ઝડપાતા ગૌરક્ષકોમાં રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગૌમાંસના સેવનના આરોપસર બે મહિલાઓ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગૌરક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિલાઓ શંકાસ્પદ માંસ સાથે મળી આવતા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બે હિન્દુ મહિલાઓ ગૌમાંસ ખાતા ઝડપાઇ
દરોડા દરમિયાન જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે મહિલાઓએ પોતાનો લૂલો બચાવ કરતા વિચિત્ર બહાનાબાજી કરી હતી. મહિલાઓએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેઓ આ માંસ પોતાની પાળેલી બિલાડી માટે લાવ્યા છે. જોકે, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને ગૌરક્ષકોના દાવા મુજબ આ ગૌમાંસ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે શંકાસ્પદ માંસનો જથ્થો કબજે કરીને તેને એફએસએલ (FSL) પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ પહોંચતા મહિલાઓએ કરી બહાનાબાજી
બીલીમોરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હિન્દુ મહિલાઓ દ્વારા આ પ્રકારે પ્રતિબંધિત માંસ લાવવાની કે ખાવાની ઘટનાને લઈને પંથકમાં ઘૃણા અને આશ્ચર્યની લાગણી જન્મી છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સ્ત્રોત કોણ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં તકેદારી રાખવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

