Navsari News : PM મોદીના નવસારી પ્રવાસને લઈ ઉત્સાહ, C.R. પાટીલ અને હર્ષ સંઘવીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

Aug 28, 2026 - 18:00
Navsari News : PM મોદીના નવસારી પ્રવાસને લઈ ઉત્સાહ, C.R. પાટીલ અને હર્ષ સંઘવીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM નરેન્દ્ર મોદીના આગામી નવસારી પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાને રાખીને તૈયારીઓને વેગ આપવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. PMના કાર્યક્રમને ભવ્ય અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

તૈયારીઓ અંગે આપ્યા મહત્વના સૂચનો અને આખરી ઓપ

બેઠક દરમિયાન PMના કાર્યક્રમના સ્થળ, સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ અને જનમેદનીના આગમનથી લઈને તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક પ્રશાસનને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

નવનિર્મિત ભાજપ કાર્યાલયની મુલાકાત અને સંગઠનાત્મક સમીક્ષા

વહીવટી સમીક્ષા બેઠક પૂર્ણ કર્યા બાદ નેતાઓ નવસારી ખાતે નવનિર્મિત ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લેશે. કાર્યાલયના નિરીક્ષણ સાથે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે પણ PMના કાર્યક્રમને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. PM મોદીના નવસારી પ્રવાસને લઈને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Kutch News : ગાંધીધામમાં BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી, પરિવારથી દૂર જવાનોને બંધાઈ રાખડી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0