Navsari: દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ, 3ના મોત, 3 લોકો ઘાયલ

નવસારીના બીલીમોરા ખાતે એક ગોડાઉનમાં લાગેલી આગમાં 3 વ્યક્તિના મોત અને 3 ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્યારે મળી રહેલા સમાચાર મુજબ બીલીમોરાના દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને આગને બુઝાવાની કામગીરી હાથ ધરાઇ છે.દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ મળતી માહિતી મુજબ નવસારીના બીલીમોરામાં દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે.આગ એટલી પ્રસરી છે કે આગને બુઝાવવા માટે બીલીમોરા,ગણદેવી,નવસારી સહિતના આસપાસના શહેરોના ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યા છે અને આગને બુઝાવાની કાર્યવાહી કરાઇ રહી છે. નવસારીના બિલિમોરામાં ગોડાઉનમાં ભીષણ આગના ઝપેટમાં 3ના મોત થયા છે જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગની ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.આ આગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળે છે જ્યારે 3 વ્યક્તિના મોત થયા  જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. કેમિકલના બેરલ ખાલી કરતા આગ લાગી હોવાનું જાણવા મળે છે.

Navsari: દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ, 3ના મોત, 3 લોકો ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીના બીલીમોરા ખાતે એક ગોડાઉનમાં લાગેલી આગમાં 3 વ્યક્તિના મોત અને 3 ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્યારે મળી રહેલા સમાચાર મુજબ બીલીમોરાના દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને આગને બુઝાવાની કામગીરી હાથ ધરાઇ છે.

દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ

મળતી માહિતી મુજબ નવસારીના બીલીમોરામાં દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે.આગ એટલી પ્રસરી છે કે આગને બુઝાવવા માટે બીલીમોરા,ગણદેવી,નવસારી સહિતના આસપાસના શહેરોના ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યા છે અને આગને બુઝાવાની કાર્યવાહી કરાઇ રહી છે. નવસારીના બિલિમોરામાં ગોડાઉનમાં ભીષણ આગના ઝપેટમાં 3ના મોત થયા છે જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગની ટીમના આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ આગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળે છે જ્યારે 3 વ્યક્તિના મોત થયા  જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. કેમિકલના બેરલ ખાલી કરતા આગ લાગી હોવાનું જાણવા મળે છે.