Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું

Sep 7, 2026 - 06:30
Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જન્માષ્ટમી પર્વ સાથે વીકેન્ડની રજાઓનો સંયોગ થતા ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે, રિસોર્ટ તેમજ ટેન્ટ સિટીઓ હાઉસફુલ થઈ જતા પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સાપુતારાને અડીને મહારાષ્ટ્ર તરફ્ આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે અને વિલાઓમાં પણ પ્રવાસીઓની ભારે ભીડને પગલે તમામ રૂમો હાઉસફુલ જોવા મળ્યા હતાં.

રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો મારફતે સાપુતારા તરફ્ ઊમટી પડતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સાપુતારાના સ્વાગત સર્કલ, બોટિંગ, ટેબલ પોઈન્ટ, સ્વાગત સર્કલથી પેટ્રોલપંપ તેમજ આનંદો સર્કલ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓના નાના-મોટા વાહનોનો કાફલો વધી જતાં સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

સાપુતારામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સાપુતારા પી.આઈ. જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિકવાળા સ્થળ પર પહોંચી વાહનવ્યવહારને વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવતા ધીમે ધીમે ટ્રાફિક હળવો બન્યો હતો. મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને એડવેન્ચર પાર્ક સહિતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રજાઓની મોજ માણી હતી.

સાપુતારા ઉપરાંત વઘઈનો ગીરાધોધ, ગીરમાળનો ગીરાધોધ સહિત ડાંગ જિલ્લાના અન્ય વિવિધ પ્રવાસન સ્થળોએ પણ રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સમગ્ર ડાંગ જિલ્લો જાણે પ્રવાસીઓથી તરબોળ બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0