Navsariમાં ઉનાળો આવે તે પહેલા જ પાણીની પારાયણ, નાગરિકો પરેશાન

નવસારી શહેરમાં ઉનાળો આવે તે પહેલા જ ભર શિયાળે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. પાલિકાતંત્રના પૂરતા આયોજનના અભાવે શહેરના લોકોને પાણીની સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે.લોકોને હાલાકી વેઠવાનો આવ્યો વારો નવસારી વિજલપોર નગરપાલિકા તંત્ર દ્વારા અંબિકા ડિવિઝન સિંચાઈ યોજનાનું સમારકામનું કારણ આગળ ધરી શહેરમાં પાણી કાપનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. શહેરમાં માત્ર એક જ સમય સવારે પાણી આપવાનો નિર્ણય પાલિકાતંત્રએ લીધો છે. જેને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં પાણીના પૂરતા સ્ત્રોત હોવા છતાં આયોજનના અભાવે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની યોજનાઓ માત્ર કાગળ ઉપર નવસારી શહેરના મુખ્ય જળ સ્ત્રોત એવા તળાવોને ઈન્ટર લિંક કરી શહેરને પૂરતું પાણી પૂરું પાડવાની પાલિકાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. યોજના અંતર્ગત પાલિકા દ્વારા ત્રણ તળાવોને ઈન્ટર લિંક કરાયા છે. તેમ છતાં અંબિકા ડિવિઝનની નહેરોનું સમારકામ શરૂ થતાં પાલિકાતંત્ર શહેર બહારના તળાવો અને બોર દ્વારા જળ રાશિ પૂરી પાડવાની સ્થિતિમાં આવ્યું છે. ત્યારે શહેરના લોકોને પડતી હાલાકીનો યોગ્ય ઉકેલ હોવા છતાં પાલિકાતંત્ર દ્વારા લોકોને પાણી કાપ સહન કરી કરકસર પૂર્વક પાણીનો વપરાશ કરવાની સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે. વિપક્ષે કર્યા આકરા પ્રહારો બીજી તરફ વિપક્ષ દ્વારા પાણી વેરો વસૂલવામાં આવતો હોવા છતાં પાણી કાપનો સામનો શહેરના લોકોએ શા માટે કરવો? તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. નવસારી શહેરનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા વેરા વસુલાતની સાથે પાયાની સુવિધા પણ શહેરીજનોને મળે તેવું આયોજન તાત્કાલિક ધોરણે કરવું પડશે એજ સમયની માગ છે.

Navsariમાં ઉનાળો આવે તે પહેલા જ પાણીની પારાયણ, નાગરિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારી શહેરમાં ઉનાળો આવે તે પહેલા જ ભર શિયાળે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. પાલિકાતંત્રના પૂરતા આયોજનના અભાવે શહેરના લોકોને પાણીની સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે.

લોકોને હાલાકી વેઠવાનો આવ્યો વારો

નવસારી વિજલપોર નગરપાલિકા તંત્ર દ્વારા અંબિકા ડિવિઝન સિંચાઈ યોજનાનું સમારકામનું કારણ આગળ ધરી શહેરમાં પાણી કાપનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. શહેરમાં માત્ર એક જ સમય સવારે પાણી આપવાનો નિર્ણય પાલિકાતંત્રએ લીધો છે. જેને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં પાણીના પૂરતા સ્ત્રોત હોવા છતાં આયોજનના અભાવે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલિકાની યોજનાઓ માત્ર કાગળ ઉપર

નવસારી શહેરના મુખ્ય જળ સ્ત્રોત એવા તળાવોને ઈન્ટર લિંક કરી શહેરને પૂરતું પાણી પૂરું પાડવાની પાલિકાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. યોજના અંતર્ગત પાલિકા દ્વારા ત્રણ તળાવોને ઈન્ટર લિંક કરાયા છે. તેમ છતાં અંબિકા ડિવિઝનની નહેરોનું સમારકામ શરૂ થતાં પાલિકાતંત્ર શહેર બહારના તળાવો અને બોર દ્વારા જળ રાશિ પૂરી પાડવાની સ્થિતિમાં આવ્યું છે. ત્યારે શહેરના લોકોને પડતી હાલાકીનો યોગ્ય ઉકેલ હોવા છતાં પાલિકાતંત્ર દ્વારા લોકોને પાણી કાપ સહન કરી કરકસર પૂર્વક પાણીનો વપરાશ કરવાની સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે.

વિપક્ષે કર્યા આકરા પ્રહારો

બીજી તરફ વિપક્ષ દ્વારા પાણી વેરો વસૂલવામાં આવતો હોવા છતાં પાણી કાપનો સામનો શહેરના લોકોએ શા માટે કરવો? તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. નવસારી શહેરનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા વેરા વસુલાતની સાથે પાયાની સુવિધા પણ શહેરીજનોને મળે તેવું આયોજન તાત્કાલિક ધોરણે કરવું પડશે એજ સમયની માગ છે.