Navsariની પૂર્ણા નદી તોફાને ચઢી, પાણીની થઈ ભરપૂર આવક

નવસારીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.પૂર્ણા નદીમાં 4 કલાકમાં 5 ફૂટ જળસપાટી વધી છે.ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે.ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે,બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વરસાદથી પાણીની થઈ આવક નવસારીમાં પૂર્ણા નદીમા પાણીની ભારે માત્રામાં આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.સાથે સાથે ફાયર વિભાગની ટીમ નીચાણવાળા વિસ્તારમાં સ્ટેન્ડબાય છે સાથે સાથે અધિકારીઓ પણ નદી પટમાં પહોંચ્યા છે અને લોકોને સૂચના આપી રહ્યાં છે,જળ સપાટી વધતા નદી તરફના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે કે કયાંક ફરીથી પુર ના આવી જાય.નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોર્ડ પર પાણીના વધતા પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારી અપનાવવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે હાલ તે માત્ર 7 ફૂટ દૂર છે.જિલ્લા વહીવટી તંત્રએ લોકોને મોસમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંભાળવાની અપીલ કરી છે. સાથે જ, તમામ નદીકાંઠાના વિસ્તારોમાં મોનિટરિંગ તંત્રને ચુસ્ત કરાયું છે. 212 તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે. 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

Navsariની પૂર્ણા નદી તોફાને ચઢી, પાણીની થઈ ભરપૂર આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીની પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.પૂર્ણા નદીમાં 4 કલાકમાં 5 ફૂટ જળસપાટી વધી છે.ભારે વરસાદને લઈ પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે.ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે,બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

વરસાદથી પાણીની થઈ આવક

નવસારીમાં પૂર્ણા નદીમા પાણીની ભારે માત્રામાં આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.સાથે સાથે ફાયર વિભાગની ટીમ નીચાણવાળા વિસ્તારમાં સ્ટેન્ડબાય છે સાથે સાથે અધિકારીઓ પણ નદી પટમાં પહોંચ્યા છે અને લોકોને સૂચના આપી રહ્યાં છે,જળ સપાટી વધતા નદી તરફના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે કે કયાંક ફરીથી પુર ના આવી જાય.નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે.


નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોર્ડ પર

પાણીના વધતા પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારી અપનાવવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે હાલ તે માત્ર 7 ફૂટ દૂર છે.જિલ્લા વહીવટી તંત્રએ લોકોને મોસમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંભાળવાની અપીલ કરી છે. સાથે જ, તમામ નદીકાંઠાના વિસ્તારોમાં મોનિટરિંગ તંત્રને ચુસ્ત કરાયું છે.

212 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે.

11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.