Navratri 2024: ચોટીલામાં ભક્તોની ભારે ભીડ, ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી
આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિમાં ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ઉમટી પડ્યા છે. નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે.ઘણા ભક્તો પગપાળા ચાલીને માંના મંદિરે આવ્યા ઘણા ભક્તો પગપાળા ચાલીને આવવાની માનતા રાખતા હોય છે, તેમની માતાજી મનોકામના પૂર્ણ પણ કરે છે. ત્યારે ઘણા ભક્તો માતાજીને ચૂંદડી, પ્રસાદ અને શ્રીફળની મનોકામના પણ રાખતા હોય છે. તે મનોકામના પણ પૂર્ણ થતાં ભક્તો દર્શન કરીને માનતા પરિપૂર્ણ કરે છે. ડુંગર ઉપર દર્શન કરવા જતા ભક્તો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી ચામુંડા માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે, ચામુંડા માતાજીને નવરાત્રિના નવ દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આ સિવાય પણ નવરાત્રિમાં આરતી મહાપ્રસાદ તેમજ હવનનો લાભ પણ ભક્તો લેતા હોય છે. નવરાત્રિ દરમિયાન ડુંગર ઉપર દર્શન કરવા જતા ભક્તો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્શનાર્થીઓને પીવાના પાણીથી લઈ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સુરક્ષાની ધ્યાને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, તેમજ સતત સીસીટીવી દ્વારા મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. અંબાજીમાં પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી તમને જણાવી દઈએ કે નવરાત્રિ અને ગરબાએ ગુજરાતની ઓળખ છે. માતાજીના નવ દિવસના આ ઉત્સવમાં દૂર-દૂરથી ભક્તો દેવીના દર્શન કરવા આવે છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે, જેથી તે આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભક્તો ધજા લઈને મંદિરમાં આવ્યા સતીના હૃદયનો ભાગ અહીં પડ્યો હતો, તેથી આ શક્તિપીઠનું મહત્વ છે. સવારે મંદિરમાં મંગળા આરતી બાદ 11:30 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીના પાણી સાથે મિશ્રિત માટી વડે ઝવેરા વાવવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. પહેલા દિવસે ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી હતી અને જાણીતા ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજે માતાજીના ગરબા પણ ગાયા હતા અને ભક્તો ધજા લઈને મંદિરમાં આવ્યા હતા અને ગરબા રમ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિમાં ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ઉમટી પડ્યા છે. નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન માટે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે.
ઘણા ભક્તો પગપાળા ચાલીને માંના મંદિરે આવ્યા
ઘણા ભક્તો પગપાળા ચાલીને આવવાની માનતા રાખતા હોય છે, તેમની માતાજી મનોકામના પૂર્ણ પણ કરે છે. ત્યારે ઘણા ભક્તો માતાજીને ચૂંદડી, પ્રસાદ અને શ્રીફળની મનોકામના પણ રાખતા હોય છે. તે મનોકામના પણ પૂર્ણ થતાં ભક્તો દર્શન કરીને માનતા પરિપૂર્ણ કરે છે.
ડુંગર ઉપર દર્શન કરવા જતા ભક્તો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી
ચામુંડા માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે, ચામુંડા માતાજીને નવરાત્રિના નવ દિવસ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આ સિવાય પણ નવરાત્રિમાં આરતી મહાપ્રસાદ તેમજ હવનનો લાભ પણ ભક્તો લેતા હોય છે. નવરાત્રિ દરમિયાન ડુંગર ઉપર દર્શન કરવા જતા ભક્તો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્શનાર્થીઓને પીવાના પાણીથી લઈ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સુરક્ષાની ધ્યાને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, તેમજ સતત સીસીટીવી દ્વારા મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે.
અંબાજીમાં પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
તમને જણાવી દઈએ કે નવરાત્રિ અને ગરબાએ ગુજરાતની ઓળખ છે. માતાજીના નવ દિવસના આ ઉત્સવમાં દૂર-દૂરથી ભક્તો દેવીના દર્શન કરવા આવે છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં અનેરૂ મહત્વ ધરાવે છે, જેથી તે આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
ભક્તો ધજા લઈને મંદિરમાં આવ્યા
સતીના હૃદયનો ભાગ અહીં પડ્યો હતો, તેથી આ શક્તિપીઠનું મહત્વ છે. સવારે મંદિરમાં મંગળા આરતી બાદ 11:30 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીના પાણી સાથે મિશ્રિત માટી વડે ઝવેરા વાવવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. પહેલા દિવસે ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી હતી અને જાણીતા ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજે માતાજીના ગરબા પણ ગાયા હતા અને ભક્તો ધજા લઈને મંદિરમાં આવ્યા હતા અને ગરબા રમ્યા હતા.