Navratri 2024: થાનગઢમાં તૈયાર થતાં ગરબાની સમગ્ર દેશમાં માગ, કારીગરોને મોટી આવક

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે થાનગઢમાં તૈયાર થતાં ગરબાની માગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં માગ વધી છે. નવરાત્રિમાં ગરબાનું અનેરું મહત્વ હોય છે અને થાનગઢમાં તૈયાર થતાં ગરબાની માગ દેશભરમાં જોવા મળે છે.ગરબાને સજાવવા માટે ટીકી, અરિસા, મોતી અને ઝાલરનો ઉપયોગ તમને જણાવી દઈએ કે માટીમાંથી તૈયાર કરવામાં આવતા ગરબાઓ નવરાત્રિ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. થાનગઢમાં નવરાત્રિને લઈ અવનવી ડીઝાઈનના ગરબા બનાવવામાં આવે છે, ગરબાને સજાવવા માટે ટીકી, અરિસા, મોતી અને ઝાલરનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા અહિંયાથી લોકો લઈ જાય છે. 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં મળે છે ગરબો અલગ અલગ ડીઝાઈન તેમજ ગરબાને પેઈન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઈન કરવી અને તેનું ફિનિશિંગ કરવામાં આવે છે. આ ગરબા ત્રણ ઈંચથી લઈને બાર ઈંચ સુધીના બનાવવામાં આવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. આ ગરબા બનાવવા માટે આવતા કારીગરો ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે. ગરબાના ભાવમાં કોઈ વધારો નહીં નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં ગરબા બનાવવામાં આવે છે. આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્ય બહાર પણ જાય છે. વેપારીઓ દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે રો મટીરીયલમાં તેમજ ખર્ચમાં વધારો હોવા છતાં ગરબાના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, ગત વર્ષ જેટલા જ ભાવે આ વર્ષે પણ ગરબાનો જથ્થા બંધ વેપાર કરી રહ્યા છે. 3 ઓક્ટોબરથી નવરાત્રિની થશે શરૂઆત તમને જણાવી દઈએ કે આ વર્ષે 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થશે, ત્યારે તેને લઈને તમામ લોકો હાલમાં તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છ. નવ દિવસ સુધી તમામ લોકો માં અંબાની અલગ અલગ અરાધના કરશે અને ઉપવાસ કરશે તો બીજી તરફ યુવાનો અવનવા ગરબાના સ્ટેપ્સ શીખવામાં લાગ્યા છે અને નવરાત્રિના નવ દિવસ ગરબે ઘુમીને ધૂમ મચાવશે. નવરાત્રિમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સમગ્ર તૈયારીઓમાં લાગેલુ છે અને આ દરમિયાન કોઈ અણબનાવ ના બને તેને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Navratri 2024: થાનગઢમાં તૈયાર થતાં ગરબાની સમગ્ર દેશમાં માગ, કારીગરોને મોટી આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે થાનગઢમાં તૈયાર થતાં ગરબાની માગ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં માગ વધી છે. નવરાત્રિમાં ગરબાનું અનેરું મહત્વ હોય છે અને થાનગઢમાં તૈયાર થતાં ગરબાની માગ દેશભરમાં જોવા મળે છે.

ગરબાને સજાવવા માટે ટીકી, અરિસા, મોતી અને ઝાલરનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે માટીમાંથી તૈયાર કરવામાં આવતા ગરબાઓ નવરાત્રિ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. થાનગઢમાં નવરાત્રિને લઈ અવનવી ડીઝાઈનના ગરબા બનાવવામાં આવે છે, ગરબાને સજાવવા માટે ટીકી, અરિસા, મોતી અને ઝાલરનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા અહિંયાથી લોકો લઈ જાય છે.


20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં મળે છે ગરબો

અલગ અલગ ડીઝાઈન તેમજ ગરબાને પેઈન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઈન કરવી અને તેનું ફિનિશિંગ કરવામાં આવે છે. આ ગરબા ત્રણ ઈંચથી લઈને બાર ઈંચ સુધીના બનાવવામાં આવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. આ ગરબા બનાવવા માટે આવતા કારીગરો ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે.

ગરબાના ભાવમાં કોઈ વધારો નહીં

નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં ગરબા બનાવવામાં આવે છે. આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્ય બહાર પણ જાય છે. વેપારીઓ દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે રો મટીરીયલમાં તેમજ ખર્ચમાં વધારો હોવા છતાં ગરબાના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, ગત વર્ષ જેટલા જ ભાવે આ વર્ષે પણ ગરબાનો જથ્થા બંધ વેપાર કરી રહ્યા છે.


3 ઓક્ટોબરથી નવરાત્રિની થશે શરૂઆત

તમને જણાવી દઈએ કે આ વર્ષે 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થશે, ત્યારે તેને લઈને તમામ લોકો હાલમાં તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છ. નવ દિવસ સુધી તમામ લોકો માં અંબાની અલગ અલગ અરાધના કરશે અને ઉપવાસ કરશે તો બીજી તરફ યુવાનો અવનવા ગરબાના સ્ટેપ્સ શીખવામાં લાગ્યા છે અને નવરાત્રિના નવ દિવસ ગરબે ઘુમીને ધૂમ મચાવશે. નવરાત્રિમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સમગ્ર તૈયારીઓમાં લાગેલુ છે અને આ દરમિયાન કોઈ અણબનાવ ના બને તેને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.