Navli Navratri 2025 : 22 સપ્ટેમ્બરથી આસો નવરાત્રિ મહોત્સવ, બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના સાથે નવરાત્રિ પર્વનો થશે પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. 22 સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે,ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ આસો નવરાત્રિને લઈને દર્શન સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે સાથેસાથે મંદિરના ચાચર ચોકમાં ગરબા કાર્યક્રમ પણ યોજાશે. આસો નવરાત્રિ પર્વ નિમિત્તે મંદિરમાં પ્રથમ નોરતે ઘટ સ્થાપના કરવામાં આવશે.
અંબાજી ગુજરાતનું નહીં પણ વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે
અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વને લઈને દર્શન સમય બદલવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં રંગબેરબી લાઈટો લગાવવામાં આવી છે અને રંગબેરંગી ફૂલોનો શણગાર પણ નવરાત્રિ દરમિયાન ભક્તોને જોવા મળશે. ભક્તો માટે ભોજન વ્યવસ્થા તેમજ પ્રસાદ કાઉન્ટરો વધારવાની પણ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરથી નવલા નોરતા શરૂ થતા ભક્તો માતાજીના દર્શન કરવા આવનાર છે. આઠમ અને પૂનમે સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવશે.દાંતા રાજવી પરિવાર પણ આઠમના દિવસે મોટા હવનમાં હાજર રહેશે.
આસો નવરાત્રિના દર્શનના સમય ફેરફાર કરાયો
મંગળા આરતી:_ 7:30 થી 8
સવારે દર્શન:_ 8 થી 11:30
રાજભોગ :_ બપોરે 12 વાગે
બપોરે દર્શન:_ 12:30 થી 4:15
સાંજની આરતી :_ 6:30 થી 7
સાંજના દર્શન :_ 7 થી 9
What's Your Reaction?






