Naswadi: નસવાડીના ઝેર ગામમાં ભીષણ આગમા 10 મકાનો બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફ્ળીયામાં બપોરના સમયે અચાનક લાગી હતી આ ઘટના દરમિયાન એક જ લાઈન આવેલા 8 થી 10 મકાનો આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આગ એટલી જબરજસ્ત હતી કે આસપાસના રહેવાસીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડયા હતા. ફયર ફઇટર ન મળતાં ત્રણ સ્થળેથી મદદ મોકલાઈ હતી.
નસવાડીમાં આગ બુઝાવવા માટે પોતાનું ફયર ફઇટર વાહન ઉપલબ્ધ ન હોવાથી બોડેલી, છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાંથી ફયર ફઇટર બંબાઓ બોલાવાયા, જેમણે ઘટના સ્થળે પહોંચીને સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો અને તંત્રના કર્મચારીઓએ પણ સહકાર આપ્યો. ઘટના સ્થળે તંત્રએ પહોંચી જઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ લાગવાની જાણ થતાં નસવાડી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ સ્ટાફ્ ઘટનાસ્થળે દોડી આવ્યા અને વ્યવસ્થાઓ સંભાળી હતી. તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે.
નુકસાનીનો સર્વે શરૂ કરાયો
તંત્ર દ્વારા હવે નુકસાનગ્રસ્ત મકાનો અને સાધનસામગ્રીના આંકલન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બળીને ખાખ થયેલા મકાનમાં રહેનાર પરિવારોએ તમામ રહેઠાણ અને ઘરવખરી ગુમાવ્યા બાદ મુશ્કેલભર્યુ જીવન જીવવા મજબૂર બન્યા છે.
ભોગ બનનારની સહાયની અપેક્ષા
સ્થાનિક ગ્રામજનો અને સામાજિક આગેવાનોનું કહેવું છે કે, આ ઘટના પીડિત પરિવારો માટે ખુબ દુઃખદ છે, ત્યારે તાત્કાલિક રાહત સહાય મળવી અત્યંત જરૂરી છે. તંત્રએ રાશન કીટ, તાત્કાલિક રોકડ સહાય આપવી જરૂરી છે.
What's Your Reaction?






