Narmada:નાંદોદ તાલુકાના આમલેથામાં હત્યાના બે બનાવથી ચકચાર

Oct 17, 2025 - 03:30
Narmada:નાંદોદ તાલુકાના આમલેથામાં હત્યાના બે બનાવથી ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાંદોદ તાલુકાના આમલેથા ગામે બે દિવસમાં હત્યાની બે ઘટનાથી ચકચાર મચી છે. પાણી છોડવા બાબતની સામાન્ય વાતમાં આધેડને માથામાં લાકડાં ફટકા મારીને હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. તો બે દિવસ પહેલા આધેડ મહિલાની તેના જ ઘરમાં લાશ મળી હતી. આ મહિલાની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યુ છે.

બનાવની વિગત એવી છે કે નાંદોદ તાલુકાના આમલેથા ગામની સીમમાં પાણીની મોટી ટાંકી પાસે ખેતરમાં આવેલા ઘર પાસે રહેતા સોનલબેન જયેશભાઇ જગદીશ વસાવાના સસરા જગદિશભાઈ કંથરભાઈ વસાવા (ઉ.વ. 50) એ સુરેન્દ્ર જગદીશ વસાવાને ટાંકીનુ પાણી છોડવા માટે કહેતાં સુરેન્દ્ર ઉશ્કેરાઇ ગયો હતો અને જગદિશભાઇને કહ્યુ હતું કે તું મને ટાંકીનું પાણી છોડવા માટે કેમ મોકલે છે? તેમ કહી લાકડાં વડે માથાના પાછળના ભાગે જગદિશભાઇને ફટકા મારતા જગદિશભાઇ ઘટના સ્થળે જ ઢળી પડયા હતા. આ દરમિયાન સોનલબેન અને અન્ય લોકો જગદિશભાઇને છોડાવા માટે વચ્ચે પડતા સુરેન્દ્રએ તે લોકોને પણ મારી નાખવાની ધમકી આપી હતી. બેભાન થઇને ઢળી પડેલા જગદિશભાઇને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું.હત્યાના બીજા બનાવની વિગત એવી છે કે આમલેથા ખાતે રહેતા સાજીદ શિતાબ ખાન પઠાણના માતા નયનાબેન શિતાબખાન હુશેનખાન પઠાણ(ઉ.વ.50)નો મૃતદેહ તેમના જુનાઘરના ઉંબરાની બહાર મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે કોઇ તિક્ષ્ણ હથિયારથી અન્ય કોઇ સ્થળે નયનાબેનની હત્યા કરીને તેની લાશ હત્યારાઓ અહી મુકી ગયા હશે. આમલેથા પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળા દ્વારા હત્યાના બન્ને બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0