Narmada:જિલ્લામાં સસ્તા અનાજની 221 દુકાનના સંચાલકો દ્વારા હડતાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદા જિલ્લામાં 221 સરકારી દીનદયાળ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો વિવિધ માંગણીઓના સંદર્ભે આજથી હડતાળ ઉપર ઉતરતાં કાર્ડધારકોને અનાજ ન મળતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કફોડી અને દયનીય હાલત બની છે. નર્મદા જિલ્લામાં 221 સરકારી દીનદયાળ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમાં દેડિયાપાડા 58, સાગબારા 38, નાંદોદ 63, ગરૂડેશ્વર 35, તિલકવાડા 27 સહિત કુલ.221 સરકારી દીનદયાળ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. નર્મદા જિલ્લાના સરકારી દીનદયાળ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો નીચે મુજબની વિવિધ માગ સંદર્ભે આજથી હડતાળ પર ઉતરી ગયા છે. સંચાલકોએ પોતાની દુકાનો બંધ રાખી હતી.
ગુજરાત રાજ્યના એસોસિએશનના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખો આજે અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ અને અલ્પેશભાઈ શાહ તથા આગેવાનોને હોદ્દેદારો હાજર રહી અત્રે રજૂ કરેલ વિવિધ મુદ્દા સાથે સરકારને અલ્ટીમેટ આપેલું છે. આજથી વિતરણથી અળગા રહેવાનું જણાવાયું છે. ગુજરાત રાજ્યના 17 હજાર દુકાનદારો માટે છે. હોદ્દેદારો માટે નથી.
ગુજરાત રાજ્ય એસો. દ્વારા કમિશન વધરાવા માગ
એક ટકો ઘટ જે ઘણા સમયથી આપણી માગ હજી સુધી સરકારે માન્ય નથી રાખી, રૂા.20 હજાર કમિશનની જગ્યાએ હવે 30 હજાર કરી આપો મોંઘવારીની સાથે કમિશન વધુ જોઈએ. 150 જે કમિશન છે. એની જગ્યાએ રૂા.300 કરી આપો. જે નેશનલ સિક્યુરિટી કમિટીએ પણ ભલામણ કરેલી છે. તપાસમાં જે વધઘટ જથ્થાનો દંડ ભરીએ છે. તે જથ્થો ઓનલાઇનમાંથી કપાતો નથી. દર મહીને મળતું કમીશન હવે નિયમિત મળતું નથી.જેની તારીખ નક્કી કરો. ઈ-કેવાયસી જન્મથી પાંચ વર્ષના બાળકોના નામો રેશનકાર્ડમાંથી નીકળી ગયેલા છે. અમુક કાર્ડમાં બાળકનું ઇ-કેવાયસી 6 વર્ષ પછી જ અપડેટ થાય છે તો, કેમ કમી કરાય, કે-વાયસી નથી થયા પણ કાર્ડધારક દુકાનદાર સાથે જ રકઝક કરે છે. આ નામો દુકાનદારો કમી નથી કરેલા તેવી ચોખવટ કરો. અને અન્ય માગ સંદર્ભે જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો આજથી હડતાળ ઉપર ઉતર્યાં હતા. અનાજ વિતરણ વ્યવસ્થા બંધ થઈ હતી. ગરીબ અને મધ્યમવર્ગના લોકો સહિત જિલ્લામાં ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસીઓને હડતાળના પગલે બે ટંક ખાવાના સાંસા પડી રહ્યાં છે.
What's Your Reaction?






