Narmada ડેમના 15 દરવાજા ખોલાયા, નીચાણવાળા તમામ વિસ્તારો એલર્ટ પર
ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા1, 75,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના 9ની જગ્યાએ હવે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યુ છે. ડેમમાંથી સવા બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ તમને જણાવી દઈએ કે RBPH ચાલતા તેમાંથી 45000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને નર્મદા નદીમાં કુલ 2 લાખ 20 હજાર ક્યૂસેક પાણી જઈ રહ્યું છે. ડેમમાંથી સવા બે લાખ ક્યૂસેક પાણી છોડવાના કારણે નીચાણવાળા તમામ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદાના સાગબારા અને ડેડીયાપાડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ છેલ્લા બે દિવસથી નર્મદા જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાગબારા અને ડેડીયાપાડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડાના દેડીયાપાડા, સગબારા તાલુકાની ઘણી નદીમાં પાણીના નવા નીરની આવક થઈ છે નદીઓ ગાંડી તુર બની છે. નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પણ ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ વિસ્તારના સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સતત વરસાદના કારણે જન-જીવન પર પણ મોટી અસર જોવા મળી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખેરગામ તાલુકામાં છેલ્લા 6 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચીખલી ખેરગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં ખેરગામ APMC માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા
- 1, 75,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ
- નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના 9ની જગ્યાએ હવે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યુ છે.
ડેમમાંથી સવા બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ
તમને જણાવી દઈએ કે RBPH ચાલતા તેમાંથી 45000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને નર્મદા નદીમાં કુલ 2 લાખ 20 હજાર ક્યૂસેક પાણી જઈ રહ્યું છે. ડેમમાંથી સવા બે લાખ ક્યૂસેક પાણી છોડવાના કારણે નીચાણવાળા તમામ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદાના સાગબારા અને ડેડીયાપાડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ
છેલ્લા બે દિવસથી નર્મદા જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાગબારા અને ડેડીયાપાડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડાના દેડીયાપાડા, સગબારા તાલુકાની ઘણી નદીમાં પાણીના નવા નીરની આવક થઈ છે નદીઓ ગાંડી તુર બની છે.
નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પણ ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ વિસ્તારના સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સતત વરસાદના કારણે જન-જીવન પર પણ મોટી અસર જોવા મળી છે.
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખેરગામ તાલુકામાં છેલ્લા 6 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચીખલી ખેરગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ગામના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં ખેરગામ APMC માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા છે.