Narmada: એકતા નગરમાં રાષ્ટ્રીય ‘ચિંતન શિબિર 2026’નો પ્રારંભ; નીતિન ગડકરીની અધ્યક્ષતામાં દેશના હાઇવે નેટવર્ક અને રોડ સેફ્ટી પર મહામંથન

Oct 5, 2026 - 09:00
Narmada: એકતા નગરમાં રાષ્ટ્રીય ‘ચિંતન શિબિર 2026’નો પ્રારંભ; નીતિન ગડકરીની અધ્યક્ષતામાં દેશના હાઇવે નેટવર્ક અને રોડ સેફ્ટી પર મહામંથન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત વિશ્વપ્રસિદ્ધ એકતા નગર ખાતે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય 'ચિંતન શિબિર 2026'નો 5 ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. 5 અને 6 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી આ ઉચ્ચસ્તરીય શિબિરમાં દેશભરના હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ, પ્રોજેક્ટ ડિલિવરીમાં આવતા અવરોધો, સલામતી તેમજ નવીન ટેકનોલોજીના અમલીકરણ અંગે વ્યાપક મંથન હાથ ધરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મુખ્ય સંબોધન

શિબિરના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમજ રાજ્ય મંત્રી અજય તમટા અને હર્ષ મલ્હોત્રાએ દેશમાં ગુણવત્તાસભર, ટકાઉ અને સમયબદ્ધ માર્ગ નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો.આ કોન્ક્લેવમાં વિવિધ રાજ્યોના માર્ગ પરિવહન અને જાહેર બાંધકામ (PWD) મંત્રીઓ, રાજ્ય સરકારોના અધિક મુખ્ય સચિવો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેમજ પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્લેટફોર્મ થકી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધુ સુદ્રઢ બનશે અને ક્ષેત્ર સ્તરના વ્યવહારુ પડકારોનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

5 મુખ્ય વિષયો પર સઘન સત્રોનું આયોજન

બે દિવસ દરમિયાન પ્રોજેક્ટ અમલીકરણની ગુણવત્તા અને ઝડપ વધારવા માટે પાંચ મુખ્ય વિષયવાર સત્રો યોજાઈ રહ્યા છે. વિવિધ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ મોડ્સ વચ્ચે સુમેળ સાધી સર્વાંગી વિકાસ કરવો.પ્રોજેક્ટ્સમાં વિલંબ ટાળવા જમીન સંપાદનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવી.કરાર સંબંધી પાસાંઓ અને કોન્ટ્રાક્ટર્સની કામગીરીનું મૂલ્યાંકન. અકસ્માતોની સંખ્યા નહિવત કરવા માટે એન્જિનિયરિંગ સુધારાઓ અને રોડ સેફ્ટી ઓડિટ.અદ્યતન ટેકનોલોજી અને ડ્રોન સર્વેલન્સ દ્વારા પ્રોજેક્ટ્સનું રિયલ-ટાઇમ મોનિટરિંગ.પરિણામલક્ષી નિર્ણયો સાથે રોડમેપ ઘડાશે

આ ચિંતન શિબિર માત્ર ચર્ચા પૂરતી સીમિત ન રહેતાં, ભવિષ્યલક્ષી નીતિ વિષયક નિર્ણયો લેવા માટેનું મજબૂત માધ્યમ બનશે. દેશના તમામ રાજ્યોમાં બની રહેલા એક્સપ્રેસવે, કોરિડોર અને હાઈવે નેટવર્કને સમયસર પૂર્ણ કરવા, બજેટ નિયંત્રણ રાખવા અને નાગરિકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા સંદર્ભે પરિણામલક્ષી આયોજન ઘડવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: ગોરવા વિસ્તારમાં સ્કૂલના જૂના ઝઘડામાં સમાધાનના બહાને બોલાવી વિદ્યાર્થી પર ચાકુ-પટ્ટાથી જીવલેણ હુમલો!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0