Narmada: અશ્વિન નદીમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, કલાકોની મહેનત બાદ બચાવાયો
નદીના ધસમસતા પાણીમાં ગાડી સાથે ખેંચાયો મોડી રાત્રે પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ અશ્વિન નદીમાં ગાડી સાથે યુવક ફસાયો હતો નર્મદામાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મોડી રાત્રે પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયુ છે. અશ્વિન નદીમાં ગાડી સાથે યુવક ફસાયો હતો. જેમાં અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે એક યુવક ફસાયો હતો. હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ રેસક્યુ ટીમે દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને ટીમ દ્વારા સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો કોઝવે આવેલ છે અને આ કોઝવે ઉપરથી ગતરોજ રાત્રિના એક યુવક પોતાની પીક અપ ગાડી લઈ પસાર થતો હોય ત્યારે નદીના ધસમસતા પાણીમાં ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બચાવની બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા. દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો ઘટનાને પગલે તિલકવાડા પોલીસ અને SDRFની ટીમ સ્થળ પર પહોંચી કલાકોની મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભારે વરસાદમાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના કોઝવેમાં પાણી ભરાતા તેનો ઉપયોગ ટાળવો જોઇએ. છતાં લોકો પોતાના જીવના જોખમે ધસમસતા પાણીમાં કોઝવે પાર કરવાનો પ્રયાસ કરે છે અને પોતાના જીવને જોખમમાં મુકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નદીના ધસમસતા પાણીમાં ગાડી સાથે ખેંચાયો
- મોડી રાત્રે પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ
- અશ્વિન નદીમાં ગાડી સાથે યુવક ફસાયો હતો
નર્મદામાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મોડી રાત્રે પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયુ છે. અશ્વિન નદીમાં ગાડી સાથે યુવક ફસાયો હતો. જેમાં અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે એક યુવક ફસાયો હતો.
હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ
રેસક્યુ ટીમે દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને ટીમ દ્વારા સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. હાલ અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ નીચી સપાટીનો કોઝવે આવેલ છે અને આ કોઝવે ઉપરથી ગતરોજ રાત્રિના એક યુવક પોતાની પીક અપ ગાડી લઈ પસાર થતો હોય ત્યારે નદીના ધસમસતા પાણીમાં ગાડી સાથે ખેંચાયો હતો અને બચાવ બચાવની બૂમો સાંભળી સ્થાનિક લોકો નદી પાસે આવી પહોંચ્યા હતા.
દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો
ઘટનાને પગલે તિલકવાડા પોલીસ અને SDRFની ટીમ સ્થળ પર પહોંચી કલાકોની મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભારે વરસાદમાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના કોઝવેમાં પાણી ભરાતા તેનો ઉપયોગ ટાળવો જોઇએ. છતાં લોકો પોતાના જીવના જોખમે ધસમસતા પાણીમાં કોઝવે પાર કરવાનો પ્રયાસ કરે છે અને પોતાના જીવને જોખમમાં મુકે છે.