Narmada News : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંગે વેબસાઈટ શરૂ કરાઈ, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તા. ૧૯/૦૩/૨૦૨૬ થી તા.૧૮/૦૪/૨૦૨૬ સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી છે. જેનું URL:- yatradhamportal.gujarat.gov.in" છે.
એક વ્યક્તિ અન્ય 6 નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે
આ વેબસાઈટમાં એક સાથે એક વ્યક્તિ અન્ય ૬ નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એક પરિક્રમાર્થી અલગ અલગ ૭ સ્લોટમાં મહત્તમ ૪૯ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફ્રી ચુકવવાની રહેતી નથી. રજીસ્ટ્રેશન કરનાર મુખ્ય પરિક્રમાર્થીના મોબાઈલમાં ટેકસ્ટ અને ઈ-મેઈલથી રજીસ્ટ્રેશન કર્યા અંગેનો QR કોડ આવશે. જેની પ્રિન્ટ તેઓએ સાથે લઈને આવવાની રહેશે. જે રજીસ્ટ્રેશન QR Code પરિક્રમા શરૂ થતા પહેલાં Scan કરવામાં આવશે. જે પણ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેમને પરિક્રમા અંગે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતી મહત્વની માહિતી ટેકસ્ટ મેસેજ કે ઈ-મેઈલ દ્વારા મેળવી શકાશે તેથી આ વર્ષે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અવશ્ય રજીસ્ટ્રેશન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Mehsana News : મહેસાણામાં મિની વાવાઝોડું આવતા વીજપોલ ધરાશાયી, વીજલાઈનના તણખાથી ખેતરમાં ભીષણ આગ લાગી અને પાક બળીને ખાખ થયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

