Narmada News : BJP સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી

Feb 23, 2026 - 10:00
Narmada News : BJP સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આદિવાસી વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થાનો અભાવ છે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી છે, તો બીજી તરફ સાંસદે રાજ્ય સરકારના બજેટના વખાણ કર્યા હતા અને દેવમોગરા મંદિરના ડેવપલમેન્ટને લઇ અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદે સિંચઇ વ્યવસ્થા માટે આયોજન ન થતા નારાજગી વ્યક્ત કરી

સાંસદે વધુમાં કહ્યું કે, ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની વર્ષો જૂની માગ ન સ્વીકારાઇ અને સાગબારા, ડેડીયાપાડ, ચીકદા વિસ્તાર સિંચાઇથી વંચિત છે અને નર્મદા યોજનાનું પૂરતું પાણી મળે તેવી માગ કરી છે. આદિવાસી વિસ્તારમાં પાણી પૂરતું મળે તે માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે, તો પાણી ના મળવાના કારણે ખેડૂતોને પણ સિંચાઈમાં જોઈએ તે રીતે પાણી મળતું નથી, વધુમાં સાસંદનું કહેવું છે કે, સરકારે દાહોદ છોટાઉદેપુર જિલ્લાને સિંચાઈ વ્યવસ્થા માટે આવરી લીધો ખૂબ સારી વાત કરી છે.

ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની માગ છે તે પૂર્ણ કરાઈ નથી

પરંતુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ચિકદા ,ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલિયા, ઝઘડિયા તાલુકા વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ખાસ આયોજન ન થતા નારાજગી વ્યક્ત કરી સાંસદે, ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની માગ છે વર્ષોથી જે નથી સ્વીકારવામાં આવતી અને સિંચાઈનો લાભ સાગબારા ડેડીયાપાડા,ચીકદા સહિત વિસ્તારને ન મળતા આદિવાસી સમાજ દુઃખી છે અને તેઓએ ગરૂડેશ્વર ,તિલકવાડા તાલુકાના ગામોમાં પણ સિંચાઈ નર્મદા યોજનાનું પૂરતું પાણી મળે તેવી માગ કરી છે.


આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના વડગામે પતિએ ગળુ દબાબી પત્નીની કરી હત્યા, ખોટા વહેમની શંકાએ કરી હત્યા


 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0