Narmada: તિલકવાડામાં દીપડાનો આતંક, વનવિભાગે ઝડપી લેવા માટે 15 પીંજરા ગોઠવ્યા

નર્મદા જિલ્લાના વિસ્તારની અંદર દીપડાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં એક ગ્રામજનનું મોત થયું હતું. ત્યારે તેવામાં જ આજે ફરી એક વખત દીપડાએ 5 વર્ષના સ્મિત બારીયા પર હુમલો કર્યો હતો.દિપડાને પકડવા માટે પાંજરા અને કેમેરા ગોઠવવામાં આવ્યા દિપડાએ બાળક પર હુમલો કર્યો તે વખતે બાળકના પિતા જોઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પિતા તેની પાછળ દોડ્યા હતા અને દીપડાના મુખમાંથી પોતાના વ્હાલસોયા દીકરાને બચાવ્યો હતો, પરંતુ દીપડાએ હુમલા કર્યો તો જેમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે ખાટા આસિતરામાં ઘટના બની હતી જેના કારણે આ ગામમાં દીપડા પકડવા માટે અલગ અલગ સ્થળે પાંજરા અને ટ્રેપ કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ પણ કરી રહી છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તિલકવાડામાં દીપડાઓ દેખાઈ રહ્યા છે, જેના કારણે ખૂબ ટૂંકા સમયમાં જ અત્યાર સુધીમાં ત્રણ દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યા છે. પરંતુ હાલમાં પણ દીપડાઓની સંખ્યા ત્યાં દેખાઈ રહી છે અને તાજેતરમાં દીપડા આ નાના બાળક પર હુમલો કર્યો હતો, ત્યારે વધુ ત્રણ પિંજરા મૂકવામાં આવ્યા છે. ઘટનાને લઈને વન વિભાગની ટીમ ત્યાં અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ પણ કરી રહી છે, આ બાબતે વન વિભાગના અધિકારીએ પણ કહ્યું કે સાવચેતી માટે મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. 

Narmada: તિલકવાડામાં દીપડાનો આતંક, વનવિભાગે ઝડપી લેવા માટે 15 પીંજરા ગોઠવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના વિસ્તારની અંદર દીપડાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં એક ગ્રામજનનું મોત થયું હતું. ત્યારે તેવામાં જ આજે ફરી એક વખત દીપડાએ 5 વર્ષના સ્મિત બારીયા પર હુમલો કર્યો હતો.

દિપડાને પકડવા માટે પાંજરા અને કેમેરા ગોઠવવામાં આવ્યા

દિપડાએ બાળક પર હુમલો કર્યો તે વખતે બાળકના પિતા જોઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પિતા તેની પાછળ દોડ્યા હતા અને દીપડાના મુખમાંથી પોતાના વ્હાલસોયા દીકરાને બચાવ્યો હતો, પરંતુ દીપડાએ હુમલા કર્યો તો જેમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ત્યારે ખાટા આસિતરામાં ઘટના બની હતી જેના કારણે આ ગામમાં દીપડા પકડવા માટે અલગ અલગ સ્થળે પાંજરા અને ટ્રેપ કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે.

વન વિભાગની ટીમ અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ પણ કરી રહી છે

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તિલકવાડામાં દીપડાઓ દેખાઈ રહ્યા છે, જેના કારણે ખૂબ ટૂંકા સમયમાં જ અત્યાર સુધીમાં ત્રણ દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યા છે. પરંતુ હાલમાં પણ દીપડાઓની સંખ્યા ત્યાં દેખાઈ રહી છે અને તાજેતરમાં દીપડા આ નાના બાળક પર હુમલો કર્યો હતો, ત્યારે વધુ ત્રણ પિંજરા મૂકવામાં આવ્યા છે. ઘટનાને લઈને વન વિભાગની ટીમ ત્યાં અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ પણ કરી રહી છે, આ બાબતે વન વિભાગના અધિકારીએ પણ કહ્યું કે સાવચેતી માટે મોટા પગલા લેવામાં આવી રહ્યા છે.