Nadiadમાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

May 29, 2025 - 14:00
Nadiadમાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં તમામને હોમ આઈસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે, આ કોરોનામાં એક બાળકી અને 3 યુવાનો કોરોના પોઝિટિવ છે. પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરના તમામ લોકોનું સ્કીનિંગ કરવામાં આવી રહ્યું છે.

નડિયાદમાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

નડિયાદમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, નડિયાદના પીજ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, ડાકોર રોડ અને કનીપુરા વિસ્તારમાંથી આવ્યા કોરોના પોઝિટિવ કેસ તો તમામ ચાર દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, 1 વર્ષની બાળકી, 25 વર્ષીય, 18 વર્ષીય અને 34 વર્ષીય યુવક આવ્યા કોરોના પોઝિટિવ તો નગરપાલિકાની ટીમ દ્વારા તમામને ઘરમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

3 દિવસ અગાઉ નડિયાદમાં નોંધાયો હતો કોરોનાનો કેસ

3 દિવસ અગાઉ નડિયાદ શહેરમાં કોરોનાના બે કેસ નોંધાયા હતા જેમાં 17 વર્ષીય સગીરા અને 65 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો હતો, તો તે લોકોને પણ ઘરે જ સારવાર આપવામાં આવી છે, આ રોગ વધુ ન ફેલાય તે માટે શહેરીજનો અને જિલ્લાવાસીઓને પણ તકેદારીના પગલાં ભરવા અને લક્ષણ જણાય તો તરત જ તબીબનો સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0