Nadiad: તહેવાર પૂર્વે 2600 કિલો કાળા મરી સહિત 9 લાખનો જથ્થો પકડાયો

નડિયાદમાંથી ભેળસેળ વાળો અખાદ્ય જથ્થો મળી આવ્યો. અખાદ્ય કાળા મરી અને ભેળસેળ માટે વપરાતા પદાર્થનો 9 લાખનો જથ્થો પકડાયો છે. જય અંબે સ્પાઈસીસના ગોડાઉનમાંથી કાળા મરી સ્ટાર પાઉડર ઓઇલ અને ગુંદર પાવડરના નમુના લેવાયા છે. આશરે 2600 કિલોગ્રામ જેટલો જથ્થો શંકાસ્પદ જણાતા સીઝ કરી નમુના લેબોરેટરીમાં મોકલાયા. PNB પ્રોટીન્સ ફે્કટરીમાં દરોડો પાડતા 6400 કિલો સડેલો ગોળ મળ્યો હતો ગાંધીનગરના સાંપા તાબે જુના બબલપુરામાં ધમધમતી પી.એન.બી પ્રોટીન્સ વાળી એડીબલ ફેક્ટરીમાં પૂર્વ બાતમીના આધારે રખીયાલ પોલીસે જુલાઈ મહિનામાં દરોડો પાડી 2 લાખ 70 હજારની કિંમતનો સડેલો અખાદ્ય 6400 કિલો શંકાસ્પદ ગોળનો જથ્થો કબ્જે લઈ એફએસએલની મદદ લેવાઈ હતી. જેનાં રિપોર્ટમાં ગોળ અખાદ્ય હોવાનું પુરવાર થતાં પોલીસે ગુનો નોંધી દહેગામના ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રકારનો ગોળ મોટાભાગે દેશી દારૂ ગાળવા માટે બુટલેગરો ઉપયોગમાં લેતા હોવાનું બહાર આવ્યું હતું. 640 કિલો સડેલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો દિવાળીના તહેવારો નજીકમાં આવી રહ્યા છે એવામાં ભેળસેળ યુકત ચીજ વસ્તુઓનું બજારમાં વેચાણ થતું અટકાવવા પોલીસે પણ કમરકસી છે. રખીયાલ પોલીસે જુલાઈ મહિનામાં સાંપા ખાતેની ફેક્ટરીમાં દરોડો પાડીને 640 કિલો સડેલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રખીયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, જુના બબલપુરા તાબે સાંપા ખાતે સર્વે નં.518/20 પી.એન.બી પ્રોટીન્સ વાળી એડીબલ ફેક્ટરીમાં ગેરકાયદેસર અખાધ ગોળ પડેલ છે. જે બાતમી આધારે પોલીસે ઉપરોક્ત ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. જ્યાં એક ઈસમ મળી આવતાં પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ પીનાકીન કુબેરભાઈ પટેલ (રહેવાસી.152 શ્રીનાથ સોસાયટી દહેગામ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ફેકટરીના ગોડાઉનમાં તલાશી લેતાં આશરે દસ કિલો વજનના આશરે 640 ગોળના રવા પડેલા જોવા મળ્યા હતા. જે ગોળ જોતા સડેલો અખાદ્ય જણાઈ આવતાં આ ગોળ દેશી દારૃ ગાળવામાં મોટાભાગે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે 6 હજાર 400 કિલો સડેલો અખાદ્ય ગોળ કી રૂ. 2.70 લાખનો કબ્જે લઈ એફએસએલની મદદ લેવામાં આવી છે. જેનાં રિપૉર્ટમાં ગોળના નમૂનાનો રિપૉર્ટ નેગેટિવ આવ્યો હતો. જેનાં પગલે પોલીસે ગુનો નોંધી પીનાકીન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Nadiad: તહેવાર પૂર્વે 2600 કિલો કાળા મરી સહિત 9 લાખનો જથ્થો પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદમાંથી ભેળસેળ વાળો અખાદ્ય જથ્થો મળી આવ્યો. અખાદ્ય કાળા મરી અને ભેળસેળ માટે વપરાતા પદાર્થનો 9 લાખનો જથ્થો પકડાયો છે. જય અંબે સ્પાઈસીસના ગોડાઉનમાંથી કાળા મરી સ્ટાર પાઉડર ઓઇલ અને ગુંદર પાવડરના નમુના લેવાયા છે. આશરે 2600 કિલોગ્રામ જેટલો જથ્થો શંકાસ્પદ જણાતા સીઝ કરી નમુના લેબોરેટરીમાં મોકલાયા.


PNB પ્રોટીન્સ ફે્કટરીમાં દરોડો પાડતા 6400 કિલો સડેલો ગોળ મળ્યો હતો

ગાંધીનગરના સાંપા તાબે જુના બબલપુરામાં ધમધમતી પી.એન.બી પ્રોટીન્સ વાળી એડીબલ ફેક્ટરીમાં પૂર્વ બાતમીના આધારે રખીયાલ પોલીસે જુલાઈ મહિનામાં દરોડો પાડી 2 લાખ 70 હજારની કિંમતનો સડેલો અખાદ્ય 6400 કિલો શંકાસ્પદ ગોળનો જથ્થો કબ્જે લઈ એફએસએલની મદદ લેવાઈ હતી. જેનાં રિપોર્ટમાં ગોળ અખાદ્ય હોવાનું પુરવાર થતાં પોલીસે ગુનો નોંધી દહેગામના ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રકારનો ગોળ મોટાભાગે દેશી દારૂ ગાળવા માટે બુટલેગરો ઉપયોગમાં લેતા હોવાનું બહાર આવ્યું હતું.

640 કિલો સડેલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

દિવાળીના તહેવારો નજીકમાં આવી રહ્યા છે એવામાં ભેળસેળ યુકત ચીજ વસ્તુઓનું બજારમાં વેચાણ થતું અટકાવવા પોલીસે પણ કમરકસી છે. રખીયાલ પોલીસે જુલાઈ મહિનામાં સાંપા ખાતેની ફેક્ટરીમાં દરોડો પાડીને 640 કિલો સડેલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રખીયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, જુના બબલપુરા તાબે સાંપા ખાતે સર્વે નં.518/20 પી.એન.બી પ્રોટીન્સ વાળી એડીબલ ફેક્ટરીમાં ગેરકાયદેસર અખાધ ગોળ પડેલ છે. જે બાતમી આધારે પોલીસે ઉપરોક્ત ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. જ્યાં એક ઈસમ મળી આવતાં પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ પીનાકીન કુબેરભાઈ પટેલ (રહેવાસી.152 શ્રીનાથ સોસાયટી દહેગામ) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પોલીસે ફેકટરીના ગોડાઉનમાં તલાશી લેતાં આશરે દસ કિલો વજનના આશરે 640 ગોળના રવા પડેલા જોવા મળ્યા હતા. જે ગોળ જોતા સડેલો અખાદ્ય જણાઈ આવતાં આ ગોળ દેશી દારૃ ગાળવામાં મોટાભાગે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે 6 હજાર 400 કિલો સડેલો અખાદ્ય ગોળ કી રૂ. 2.70 લાખનો કબ્જે લઈ એફએસએલની મદદ લેવામાં આવી છે. જેનાં રિપૉર્ટમાં ગોળના નમૂનાનો રિપૉર્ટ નેગેટિવ આવ્યો હતો. જેનાં પગલે પોલીસે ગુનો નોંધી પીનાકીન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.