Nadiad: ગ્રે વોટર ટ્રીટમેન્ટના પ્લાન્ટમાં પણ ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો

Dec 17, 2025 - 01:30
Nadiad: ગ્રે વોટર ટ્રીટમેન્ટના પ્લાન્ટમાં પણ ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેરવહીવટ અને ભારે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ મહુધાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. મહુધા તાલુકાના પાંચ ગામમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન પૈકી ચાર પ્લાન્ટ ધૂળ ખાય છે. આ પ્રોજેકટ અંતર્ગત જિલ્લામાં 16 પ્લાન્ટ પૈકી 14 અધૂરા અને સંપૂર્ણ બિનકાર્યરત છે. આ પ્રોજેકટમાં સરકારી નાણાંનો દુરૂપયોગ અને નાણાંકિય ભારે ગેરરીતિ આચરવામાં છે. આ સંદર્ભે પૂર્વ ધારાસભ્યે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતે કોઇ તટસ્થ તપાસ કરવાના બદલે આંખ આડા કાન કરવામા આવે છે. જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ સામે આવે તેવી સંભાવના છે.

મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ યોજના હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વપરાયેલ ગંદુ પાણી (ગ્રે વોટર)ને શુદ્ધ કરીને તેને પુનઃ ઉપયોગમાં લેવામાં માટે જિલ્લામાં 16 જેટલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ બનાવવામા આવ્યા છે.જેમાં 14 જેટલા યુનિટ બિન ઉપયોગી છે. તે કાર્યરત નથી. આ યોજના અંતર્ગત મહુધા તાલુકાના અલીણા, નંદગામ , ભુમસ, વડથલ અને મહિસા સહિત ગામોમાં વર્ષ 2022-23 દરમિયાન આ પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામોમાં લાખોના ખર્ચે ગ્રે વોટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા પરંતું ચાર પૈકી એક ગામમાં યુનિટ ચાલે છે. તેમપણ યોગ્ય રીતે કાર્યરત નથી. આ યોજના હેઠળ એક પ્લાન્ટ બનાવવા માટે 7 થી 8 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમછતાં ગ્રામ્ય સ્તરે આ સુવિધા મળી નથી. આ યોજના અંતર્ગત નાણાંકિય ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મોટાભાગના પ્લાન્ટ ધૂળ ખાય છે. આ પાયલોટ પ્રોજેકટમાં પણ ગેરવહીવટ આચરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં તેની ભૌતિક સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. અમુક સ્થળોએ હજુ સુધી આ પ્લાન્ટને ચાલુ કરવા માટે જરૂરી મોટર કે વીજ જોડાણ પણ કરવામાં આવ્યુ નથી. જયારે કેટલાક પ્લાન્ટમાં વીજ કનેકશન હોવા છતાં તેમાં ટેકનિકલ ખામીના કારણોસર યોગ્ય સંચાલનના અભાવે ચાલુ નહીં થતાં હોવાથી સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે. જે સરકારી નાણાંનો મોટો દુર્વ્યય થયા હોવાનું સામે આવ્યુ છે. આ બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોગ્ય દેખરેખ નહી રાખવાથી આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ કર્યો હતો. આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવા માટે રાજય ગ્રામ વિકાસ એજન્સીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0