Nadiad: સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની 200 વર્ષ જુની અનોખી પરંપરા, જાણો કારણ
બાળકનો જન્મ થયા પછી જ્યાં સુધી તે બોલતો ન થાય અને સ્પષ્ટ બોલતો ન થાય ત્યાં સુધી માતા પિતાને ખૂબ જ ચિંતા રહેતી હોય છે અને આ ચિંતાને દૂર કરવાનું સરનામું એટલે નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર. જી હા બાળક ન બોલતું હોય કે તોતળું બોલતું હોય તો માતા-પિતા સંતરામ મહારાજની બાધા માને છે અને જ્યારે બાળક બોલતું થાય ત્યારે તે બધા પૂરી કરવા પોષી પૂનમના દિવસે બોર ઉછાળીને તેમની માનતા પૂરી કરતા હોય છે.જાણો 200 વર્ષથી વધુ જુની આ અનોખી પરંપરા વિશે સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. પશુપાલકો ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરે છે રાજ્યના અનેક શહેરો અને ગામડાં તથા અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે તો સાથે સાથે આ પોષી પૂનમના દિવસે પશુપાલકો પોતાના ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરવા આવે છે, જેનો ઉપયોગ મંદિર દ્વારા ભક્તો માટે બનાવવામાં આવતા પ્રસાદમાં ઉપયોગમાં લેવાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાળકનો જન્મ થયા પછી જ્યાં સુધી તે બોલતો ન થાય અને સ્પષ્ટ બોલતો ન થાય ત્યાં સુધી માતા પિતાને ખૂબ જ ચિંતા રહેતી હોય છે અને આ ચિંતાને દૂર કરવાનું સરનામું એટલે નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર. જી હા બાળક ન બોલતું હોય કે તોતળું બોલતું હોય તો માતા-પિતા સંતરામ મહારાજની બાધા માને છે અને જ્યારે બાળક બોલતું થાય ત્યારે તે બધા પૂરી કરવા પોષી પૂનમના દિવસે બોર ઉછાળીને તેમની માનતા પૂરી કરતા હોય છે.
જાણો 200 વર્ષથી વધુ જુની આ અનોખી પરંપરા વિશે
સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે.
પશુપાલકો ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરે છે
રાજ્યના અનેક શહેરો અને ગામડાં તથા અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે તો સાથે સાથે આ પોષી પૂનમના દિવસે પશુપાલકો પોતાના ગાય ભેંસનું પહેલી ગોરસીનું દૂધ સંતરામ મહારાજના મંદિરમાં અર્પણ કરવા આવે છે, જેનો ઉપયોગ મંદિર દ્વારા ભક્તો માટે બનાવવામાં આવતા પ્રસાદમાં ઉપયોગમાં લેવાય છે.