Nadiadના સંતરામ મંદિરમાં સાકરવર્ષા દરમિયાન 30થી વધુ મહિલાઓ સાથે બની ચોરીની ઘટના

પ્રખ્યાત સંતરામ મંદિરમાં સાકરવર્ષા કાર્યક્રમમાં ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે જેમાં નડિયાદમાં 30થી વધુ મહિલાઓ આ ઘટનાનો ભોગ બની છે,મહિલાઓના સોનાના દાગીનાઓની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં કાનની બુટ્ટી, ચેઇન સહિતના દાગીનાની ચોરી થઈ છે,પોલીસે આ મામલે તપાસ હાથધરી છે. મોબાઈલ અને રોકડની વધુ ચોરી આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સૌથી વધારે ફરિયાદ પોલીસને મોબાઈલ અને રોકડ ચોરીની મળી છે,ભીડનો લાભ ઉઠાવીને ઘણા તસ્કરોએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,આમાં કેટલીક મહિલાઓને તેમની વસ્તુઓ પરત મળી હોવાની પણ વાત સામે આવી છે.ઉછાળેલી સાકર મેળવવા નીચે નમેલી અનેક મહિલાઓની ધડાધડ કાનની બુટ્ટી અને ગળામાંથી સોનાની ચેઇન ખેંચાઈ હોવાની વાત સામે આવી છે,તો કેટલાક લોકોના પાકીટ પણ ચોરાયા છે. પોલીસે સીસીટીવીના આધારે હાથધરી તપાસ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસે પણ ફરિયાદના આધારે તપાસ કરી છે,અને મંદિરની અંદરના અને બહારના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.સંતરામ મંદિરમાં ભીડનો લાભ લેવા ખિસ્સા કાતરું ગેંગ ઉતરી પડી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો,મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ મથકમાં ઉમટી પડતા પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં પોલીસને મુશ્કેલી પડી હતી,તો બીજી તરફ જે મહિલાઓને પોતાની સોનાની વસ્તુ મળી તે શહેર પોલીસનો અને સંતરામ મહારાજનો આભાર માનતી નજરે પડી હતી. 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરનો પ્રસાદ થયો નડિયાદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણીમાં સાંજે 6:50 વાગ્યે 20 મિનિટ માટે 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરના પ્રસાદનો વરસાદ કરાયો. આ દિવ્ય ઉજવણીના ભાગ રૂપે ૐના પરંપરાગત ઉચ્ચારણ સાથે આકર્ષક સાકર વર્ષા કરાઈ. મંદિરમાં હાજર શ્રધ્ધાળુઓ કહ્યું કે, 'અખંડ જ્યોતમાં જ અમારે આસ્થા છે, જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે'. આ સાથે બપોરના સમયે તડકામાં પણ લોકો 'જય મહારાજ'ની ધૂન કરી અને દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક કરતાં જોવા મળ્યા હતા. 

Nadiadના સંતરામ મંદિરમાં સાકરવર્ષા દરમિયાન 30થી વધુ મહિલાઓ સાથે બની ચોરીની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રખ્યાત સંતરામ મંદિરમાં સાકરવર્ષા કાર્યક્રમમાં ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે જેમાં નડિયાદમાં 30થી વધુ મહિલાઓ આ ઘટનાનો ભોગ બની છે,મહિલાઓના સોનાના દાગીનાઓની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં કાનની બુટ્ટી, ચેઇન સહિતના દાગીનાની ચોરી થઈ છે,પોલીસે આ મામલે તપાસ હાથધરી છે.

મોબાઈલ અને રોકડની વધુ ચોરી

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સૌથી વધારે ફરિયાદ પોલીસને મોબાઈલ અને રોકડ ચોરીની મળી છે,ભીડનો લાભ ઉઠાવીને ઘણા તસ્કરોએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે,આમાં કેટલીક મહિલાઓને તેમની વસ્તુઓ પરત મળી હોવાની પણ વાત સામે આવી છે.ઉછાળેલી સાકર મેળવવા નીચે નમેલી અનેક મહિલાઓની ધડાધડ કાનની બુટ્ટી અને ગળામાંથી સોનાની ચેઇન ખેંચાઈ હોવાની વાત સામે આવી છે,તો કેટલાક લોકોના પાકીટ પણ ચોરાયા છે.

પોલીસે સીસીટીવીના આધારે હાથધરી તપાસ

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસે પણ ફરિયાદના આધારે તપાસ કરી છે,અને મંદિરની અંદરના અને બહારના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.સંતરામ મંદિરમાં ભીડનો લાભ લેવા ખિસ્સા કાતરું ગેંગ ઉતરી પડી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો,મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ મથકમાં ઉમટી પડતા પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં પોલીસને મુશ્કેલી પડી હતી,તો બીજી તરફ જે મહિલાઓને પોતાની સોનાની વસ્તુ મળી તે શહેર પોલીસનો અને સંતરામ મહારાજનો આભાર માનતી નજરે પડી હતી.

500 કિલો કોપરું અને 3000 કિલો સાકરનો પ્રસાદ થયો

નડિયાદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણીમાં સાંજે 6:50 વાગ્યે 20 મિનિટ માટે 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરના પ્રસાદનો વરસાદ કરાયો. આ દિવ્ય ઉજવણીના ભાગ રૂપે ૐના પરંપરાગત ઉચ્ચારણ સાથે આકર્ષક સાકર વર્ષા કરાઈ. મંદિરમાં હાજર શ્રધ્ધાળુઓ કહ્યું કે, 'અખંડ જ્યોતમાં જ અમારે આસ્થા છે, જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે'. આ સાથે બપોરના સમયે તડકામાં પણ લોકો 'જય મહારાજ'ની ધૂન કરી અને દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક કરતાં જોવા મળ્યા હતા.