Morbi: શનાળામાં વેપારી સાથે થયેલી લૂંટના આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી લીધો

Jul 24, 2025 - 18:00
Morbi: શનાળામાં વેપારી સાથે થયેલી લૂંટના આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના શનાળા ગામમાં મંગળવારે મોડી રાત્રે થયેલ રૂ 3.50 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં શનાળા ગામના વેપારી યુવક પાસેના રૂપિયા ભરેલા થેલાને ઝુંટવા પ્રયાસ કર્યો હતો. વેપારીએ પ્રતિકાર કરતા આરોપીએ હુમલો કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. બાદમાં આરોપી રૂપિયા ભરેલા થેલો લઇ ફરાર થઇ ગયો હતો, પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદ લઇ ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

શનાળા લૂંટની ઘટના

મોરબીના સનાળા ગામમાં રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી નામના વેપારી મંગળવારે રાત્રે લીમડા વાળા માતાજીના મંદિર પાસે મંગળવારે રાત્રીના સમયે ધંધા માટે ઉધાર લીધેલા રૂપિયા ભરેલો થેલો લઈને પોતાના એકટીવા બાઈક પાસે ઉભા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો અને સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. જેથી ઘનશ્યામભાઈએ પ્રતિકાર કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે આ દરમિયાન થેલો તૂટી જતા રૂપિયા વાળો ભાગ આરોપીના હાથમાં આવી જતા રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.

આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યો

આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તપાસ કરતા આરોપી નામ વિશાલ વેલાભાઇ રબારી હોવાનું સામે આવતા ઘનશ્યામભાઈ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બી એન એસની કલમ 304 મુજબ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરિયાદ બાદ અલગ અલગ દિશામાં તપાસ કરી હતી અને આરોપીને ઝડપી લીધો હતો આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0