Morbi: ભારે પવનથી રાજપર રોડ પર મંડપ ડેકોરેશનનો ગેટ ધરાશાયી, બાગાયતી પાક જમીનદોસ્ત

Mar 20, 2026 - 10:30
Morbi: ભારે પવનથી રાજપર રોડ પર મંડપ ડેકોરેશનનો ગેટ ધરાશાયી, બાગાયતી પાક જમીનદોસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા અતિ ભારે પવનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા મંડપ ડેકોરેશન, કારખાનાના શેડ અને ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નુકસાની

મોરબીના રાજપર રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ભારે પવનના કારણે મંડપ ડેકોરેશનનો મુખ્ય ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કારખાનાઓના પતરા અને શેડ પણ હવામાં ઊડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

રણકાંઠાના અગરિયાઓની હાલત કફોડી

હળવદ અને માળીયાના રણકાંઠા વિસ્તારમાં મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો પવનમાં ફંગોળાઈ જવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઉપરાંત અગરિયાઓના કાચા ઝૂંપડાઓ પણ ધરાશાયી થઈ ગયા છે, જેને કારણે તેઓ ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.ખેડૂતોનો મોંએ આવેલો કોળિયો છીનવાયો

મોરબી જિલ્લામાં બાગાયતી પાક લેતા ખેડૂતો માટે આ પવન આફત બનીને આવ્યો છે. ભારે પવનને કારણે તૈયાર થયેલો બાગાયતી પાક ખરી પડ્યો છે. ખેડૂતોની વર્ષભરની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળતા "મોંએ આવેલો કોળિયો છીનવાયો" જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં અસરગ્રસ્તો દ્વારા સરકાર પાસે સર્વે કરી વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Amreli: મીની વાવાઝોડાએ ખાંભા ગીરમાં કેસરી કેરીનો સોથ વાળ્યો, બાગાયતદારોને લાખોનું નુકસાન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0