Morbi: દારૂ અને વ્યાજખોરીના કેસમાં સંડોવાયેલા આરોપીઓના આલીશાન મકાન પર ફરી વળ્યું બુલડોઝર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી પોલીસ દ્વારા ગુનેગારોના મનોબળને તોડવા માટે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દારૂના વેચાણ અને વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી સંડોવાયેલા આરોપીઓ બી.કે. બોરીચા અને જીગરના મકાનો પર આજે પોલીસ અને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
ડિમોલેશનની મોટી કાર્યવાહી
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ આરોપીઓની મિલકત પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ કાર્યવાહીમાં આશરે 642 ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 65 લાખ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે. આ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે 3 જેટલા જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ ડિમોલેશન કામગીરી દરમિયાન ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ અને 25 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના આ કડક વલણને પગલે વિસ્તારના અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો:Valsad: નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, TP અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અમિત દેસાઈનું રાજીનામું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

