ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઝડપી ન્યાય પૂરો પાડવા ઉપયોગી સિદ્ધ થશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે 'AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન' વિષય પર પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન કોમ્પિટિશન અને શિખર સંમેલનનું આયોજન સંપન્ન થયું હતું. આ કોમ્પિટિશનમાં 122 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેઓએ ફોરેન્સિક સાયન્સ તથા નવા પડકારજનક કેસો અંગે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. સાથે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ મીટિંગ (ડીએફ્ઇજી)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ દેશોના શિક્ષણ, કાયદા અમલીકરણના અધિકારીઓ, ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી સહિત વિવિધ ક્ષેત્રોના 500થી વધુ તજજ્ઞોએ ભાગ લીધો હતો. જેઓએ વૈશ્વિક ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષેત્રે વ્યૂહાત્મક દિશા-નિર્દેશો સંદર્ભે તથા આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા ચર્ચા કરી હતી. સમારોહને સંબોધતા,NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે. એમ. વ્યાસે કહ્યું હતું કે, 'NFSU ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરી વિશ્વસનીય વૈશ્વિક નેટવર્કને પ્રોત્સાહન પૂરું પાડવા સમક્ષ છે.NFSUએ આ ક્ષેત્રે સંકળાયેલા તમામ હિસ્સેદારો માટે ભાવિ પડકારો સામે સુસજ્જ થવા એક સેતુરૂપ ભૂમિકા ભજવી છે. ડિજિટલ યુગમાં શિક્ષણવિદો, કાયદા અમલીકરણ સંસ્થાઓ, ઉદ્યોગ અને નીતિ ઘડનારાઓ વચ્ચે પરસ્પર સહયોગ અને સંકલન ઝડપી ન્યાય પૂરો પાડવા ઉપયોગી સિદ્ધ થશે.'
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

